પ્લાસ્ટિક, રબર કે બીજુ કંઈ, શેના બનેલા હોય છે કોન્ડોમ? જાણો પર્યાવરણ માટે કેટલા ખતરનાક?
દુનિયાભરમાં વધી રહેલી વસ્તીને રોકવા માટેનો એક અસરકારક ઉપાય કોન્ડોમ છે. આ જ કારણ છે કે ભારત સહિતના વસ્તી વધારા ધરાવતા દેશોની સરકારો કોન્ડોમનો ઉપયોગ કરવા લોકોને જાગૃત કરે છે. જો કે કોન્ડોમનો ઉપયોગ તો બધા કરે છે પરંતુ તેના વિશે ઘણી બાબતો નથી જાણતા.
કોન્ડોમને લઈને ચાલી રહેલા અભિયાનોથી કોન્ડોમ વિશે લોકોમાં જાગૃતિ વધી છે. જો કે ઘણા બધા એવુ પણ માને છે કે કોન્ડોમના વધતા ઉપયોગને કારણે પ્રદૂષણ પણ વધી રહ્યું છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું કોન્ડોમ ખરેખર પ્રદૂષણ માટે જોખમી છે?

અહીં એ પણ જાણવુ જરૂ છે કે કોન્ડોમ લેટેક્સ રબરથી બને છે. આના માટે સૌથી પહેલા લેટેક્સને છોડમાંથી એકત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં રસાયણો ભેળવીને તેને સંગ્રહિત કરવામાં આવે છે. લગભગ સાત દિવસ બાદ તેને ફોર્મિંગ મશીનથી બનાવાય છે. કોન્ડોમને વાપરવા યોગ્ય બનાવવા માટે ઘણા ટેસ્ટ કરાય છે.
પર્યાવરણની દૃષ્ટિએ લેટેક્સ કોન્ડોમ બાયોડિગ્રેડેબલ છે. બજારમાં મોટાભાગના કોન્ડોમ લેટેક્સમાંથી બનાવવામાં આવે છે. આ તમામ બાયોડિગ્રેડેબલ ઉત્પાદન છે. આનો સમાવેશ પ્લાસ્ટિકમાં થતો નથી. પ્લાસ્ટિક હજારો વર્ષો સુધી પર્યાવરણને નુકસાન કરે છે. જ્યારે કોન્ડોમ એવી વસ્તુ નથી.
જોકે પ્લાસ્ટિકની થેલીની જેમ કચરામાં ફેંકવામાં આવતા કોન્ડોમ પ્રાણીઓ માટે સમસ્યા બને છે. રિપોર્ટ એવા પણ છે કે કોન્ડોમને રિસાયકલ કરી શકાતું નથી. તેનો માત્ર નાશ કરી શકાય છે.












Click it and Unblock the Notifications
