For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PubG To loveG : કર્ણાટકની લાડીને મળ્યો બંગાળનો વર

PubG રમતી વખતે બે અજાણ્યા લોકો ઓનલાઈન મળ્યા, તેઓ વાત કરવા લાગ્યા અને બંને પ્રેમમાં પડ્યા. જે બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. કર્ણાટક અને પશ્ચિમ બંગાળથી પ્રકાશમાં આવેલા એક કિસ્સાની આ વાત છે.

|
Google Oneindia Gujarati News

PubG To loveG : PubG રમતી વખતે બે અજાણ્યા લોકો ઓનલાઈન મળ્યા, તેઓ વાત કરવા લાગ્યા અને બંને પ્રેમમાં પડ્યા. જે બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. કર્ણાટક અને પશ્ચિમ બંગાળથી પ્રકાશમાં આવેલા એક કિસ્સાની આ વાત છે. કર્ણાટકની એક છોકરી PUBG રમતી વખતે બંગાળના એક છોકરા સાથે પ્રેમમાં પડી ગઈ હતી. જે બાદ આ યુવતીએ એક ચોંકાવનારું કામ કર્યું હતું.

PubG રમતી વખતે પ્રેમ થયો

PubG રમતી વખતે પ્રેમ થયો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્ણાટકમાં રહેતી ફ્રીજા નામની છોકરીને PUBG રમવાનો શોખ છે. તે છોકરી PUBG ઓનલાઈન રમતી હતી.

PUBG રમતી વખતેતેની મુલાકાત પશ્ચિમ બંગાળના ધૂપગુરીના રહેવાસી સૈનૂર આલમ નામના છોકરા સાથે થઈ હતી.

PUBG રમતી વખતે બંને પ્રેમમાં પડ્યા હતા. ત્યાર બાદ બંનેએપોતાનો મોબાઈલ નંબર એકબીજાને શેર કર્યો હતો. જે બાદ બંને PUBG છોડી કલાકો સુધી ફોન પર વાત કરવા લાગ્યા હતા.

ગર્લફ્રેન્ડ કર્ણાટકથી છોકરાના ઘરે પહોંચી

ગર્લફ્રેન્ડ કર્ણાટકથી છોકરાના ઘરે પહોંચી

પ્રેમમાં પડ્યા પહેલા બંને ક્યારેય એકબીજાને મળ્યા ન હતા. વાત કરતા કરતા ફ્રિજા અને સૈનુર આલમનો પ્રેમ વધવા લાગ્યો હતો. જે બાદ એક દિવસ ફ્રિજા કર્ણાટકથીસૈનૂર આલમના ધૂપગુરી ગામ પહોંચી હતી.

ફ્રિઝા સીધી છોકરાના દરવાજે આને ઉભી રહી ગઇ. જે બાદ જ્યારે સૈનૂરે દરવાજો ખોલ્યો તો તેની આંખો પર વિશ્વાસ નથયો.

પરિવારે બંનેના લગ્ન ધામધૂમથી કરાવ્યા

પરિવારે બંનેના લગ્ન ધામધૂમથી કરાવ્યા

સૈનૂરના પરિવારના સભ્યો પણ છોકરીને અચાનક તેમના ઘરે આવતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જે બાદ પરિવારજનોને બંનેની લવ સ્ટોરી વિશે ખબર પડીહતી.

ત્યારબાદ યુવતીના પરિવારજનોને બોલાવવામાં આવ્યા અને બંને પરિવારના લોકોએ ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા.

English summary
PubG To loveG : Karnataka bride meets Bengal groom.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X