જાળમાં ફસાઈ 'દૈત્યાકાર માછલી', 3 દોસ્તોને બનાવી દીધા લાખોપતિ
એક વિશાળકાય માછલીને ત્રણ દોસ્તોના એક ગ્રુપે ભૂલથી પકડી લીધી. આ દૈત્યાકાર માછલીએ આ દોસ્તોને લાખોપતિ બનાવી દીધા.
લંડનઃ સમુદ્રમાં ઘણા એવા જીવ છે જેમની શોધ કરવામાં નથી આવી પરંતુ જ્યારે એ જીવ અચાનક માનવ સામે આવી જાય ત્યારે પાણીમાં છૂપાયેલા રાઝના ખુલાસા થાય છે. સમુદ્રી જીવન ઘણુ જટિલ છે જ્યાં અજબગજબ જીવોની ભરમાર છે. સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહેલ એ ફોટાને જોઈને લોકો ચોંકી ગયા જ્યારે એક વિશાળકાય માછલીને ત્રણ દોસ્તોના એક ગ્રુપે ભૂલથી પકડી લીધી. નવાઈની વાત તો એ છે કે આ દૈત્યાકાર માછલીએ આ દોસ્તોને લાખોપતિ બનાવી દીધા.

ભૂલથી જાળમાં ફસાઈ દૈત્યાકાર માછલી
વાસ્તવમાં બ્રિટનના રહેવાસી ત્રણ દોસ્તો(કાઈલ કવિલા, ગારેથ વલારિણો અને શૉન દેસુઈસા)એ રજાના દિવસે ચિલ કરવા માટે માછલી પકડવાનો પ્લાન બનાવ્યો પરંતુ તેમને શું ખબર કે તેમની આ મસ્તી તેમને લાખોપતિ બનાવી દેશે. ત્રણે દોસ્તો છેલ્લા ઘણા વર્ષોથી ફિશિંગ કરી રહ્યા છે પરંતુ એ દિવસે તેમની જાળમાં જે માછલી ફસાઈ તેના વિશે તેમણે ક્યારેય સાંભળ્યુ નહોતુ. આ દોસ્તોની જાળમાં ભૂલથી 'બ્લુફિન ટૂના માછલી' આવીને ફસાઈ ગઈ.

નાવમાં પણ નહોતી સમાઈ રહી આ માછલી
328 કિલો વજનની 'બ્લુફિન ટૂના માછલી' એટલી મોટી હતી કે તેને એક વ્યક્તિ દ્વારા સંભાળવુ મુશ્કેલ છે. તે સાઈઝમાં એટલી મોટી હતી કે ફિશિંગ કરી રહેલા લોકોની નાવમાં પણ એ સમાઈ શકી નહિ. જ્યારે માછલી જાળમાં ફસાઈ તો તેને ખેંચવામાં એક દોસ્ત પાણીમાં પડી ગયો. જો કે ઘણી મુશ્કેલીઓ પછી માછલીને કિનારે લાવી શકાઈ. તેની પાસે 15 ફૂટની નાવ હતી તેમછતાં એ માછલી તેના પર સમાઈ શકી નહિ.

બ્રિટનના સૌથી વજનદાર વ્યક્તિથી પણ ભારે છે આ માછલી
તમારી માહિતી માટે જણાવી દઈએ કે બ્રિટનના સૌથી મોટા વ્યક્તિ જેસન હોલટોનનુ વજન 317 કિલો છે પરંતુ કાઈલ કવિલા, ગારેથ વલારિણો અને શૉન દેસુઈસા દ્વારા પકડવામાં આવેલી આ માછલીનુ વજન તેનાથી પણ ઘણુ વધુ છે. ઘણી ભારે અને લાંબી હોવાના કારણે તેને નાવમાં રાખવી મુશ્કેલ હતી. માટે ત્રણે દોસ્તોએ તેને જાળ સહિત ખેંચીને કિનારે લાવવાનો નિર્ણય કર્યો.

માછલીએ ત્રણે દોસ્તોને બનાવ્યા લાખોપતિ
આ કામમાં કાઈલ કવિલા, ગારેશ વલારિણા અને શૉન દેસુઈસાની બેન્ડ વાગી ગઈ. જો કે તે માછલીને કિનારે લાવવામાં સફળ રહ્યા. ત્યારબાદ તેમણે માછલીને 3 ભાગમાં કાપી. મીડિયા રિપોર્ટ મુજબ માછલીનો અમુક ભાગ તેમણે બજારમાં વેચ્યો અને બાકીનો પોતાના દોસ્તો અને પરિવાર સાથે જમવા માટે લઈ ગયા. રસપ્રદ વાત એ છે કે માછલીનુ મિટ બજારમાં એખ-બે નહિ પરંતુ 5 લાખ 16 હજારમાં વેચાયુ.

જાપાનના બજારમાં 15 ગણી મળતી કિંમત
કિંમત સાંભળીને તમને ઝટકો જરૂર લાગ્યો હશે પરંતુ સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે જો ત્રણે દોસ્તોએ આ માછલીનુ મીટ જાપાનના બજારમાં વેચ્યુ હોત તો કિંમતથી 10થી 15 ગણા પૈસા વધુ મળતા. ત્રણે દોસ્તોએ જણાવ્યુ કે માછલી જેવી જાળમાં ફસાઈ તેમણે ખબર પડી ગઈ કે આ કોઈ મોટી ફિશ છે. તેને ખેંચવી ત્રણે દોસ્તો માટે મુશ્કેલ થઈ રહ્યુ હતુ. તે એમની નાવમાં પણ નહોતી સમાઈ રહી.

25 કરોડ રૂપિયામાં વેચાઈ હતી આ માછલી
જો તમે વિચારી રહ્યા હોય કે બ્રિટનના આ દોસ્તોમાં હાથ લાગેલી માછલી દુનિયાની સૌથી કિંમતી ફિશ છે તો તમે ખોટુ વિચારી રહ્યા છે. સૌથી કિંમતી માછલી પકડવાનો રેકૉર્ડ જાપાનના ટાયકૂન કિયોશી કિમુરાના નામે છે. તેણે વર્ષ 2019માં 278લ કિલોની બ્લુફિન ટૂનાકોને પોતાની જાળમાં ફસાવી હતી. આ માછલીને બજારમાં 25 કરોડ 28 લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી. સૌથી વજનદાર માછલી પકડવાનો રેકૉર્ડ માછીમાર કેન ફ્રાસરના નામે છે. તેણે વર્ષ 1979માં 678 કિલોની માછલી પોતાની જાળમાં પકડી હતી.












Click it and Unblock the Notifications
