દારૂ કરતા પણ વધારે નશો ચડાવે છે લાલ મધ, માત્ર અહીં મળે છે આ મધ

કહેવાય છે કે મધ ગુણોનો ભંડાર છે અને તેનાથી ઘણા રોગ ઠીક થઈ શકે છે. જો કે આજે આપણે જે મધ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે થોડુ અલગ છે. દુનિયામાં ગણતરીની જગ્યાઓએ મળી આવતુ આ મધમાં દારૂ કરતા પણ વધારે નશો કરાવે છે.

અમે જે મધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે મધ વિશે તમે પહેલા ભાગ્યે જ સાંભળ્યુ હશે. આ મધ એટલુ ખાસ છે કે તેનુ સેવન કરવાથી દારૂ કરતા પણ વધારે નશો થઈ જાય છે. દુનિયાની સૌથી મોટી મધમાખીઓ હિમાલયન ક્લિફ દ્વારા તૈયાર થતુ આ મધ લાલ હોય છે અને તેના ગુણ માટે જાણીતુ છે.

Red honey

હિમાલયન ક્લિફ મધમાખીઓ આ લાલ મધને ઝેરી ફળોમાંથી ભેગુ કરે છે આ મધ નશાકારક હોવા સાથે સાથે ઔષધીય ગુણોથી ભરપુર છે. સમગ્ર વિશ્વમાં લાલ મધની ખૂબ માંગ છે. આ મધના ઘણા ફાયદા છે. કહેવાય છે કે તેનાથી સેક્સ પાવર વધે છે અને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર માટે પણ ફાયદાકારક છે. આ મધની સૌથી વધુ માંગ નશાના કારણે રહે છે.

આ રેર મધ નેપાળના અંતરિયાણ વિસ્તારોમાં મળી આવે છે. આ મધની એક ખાસ વાત એ છે કે તેને એકઠુ કરવુ કોઈપણ સામાન્ય મધ કરતાં વધુ ખતરનાક છે. ગુરુંગ જનજાતિના લોકો તેને ખૂબ મહેનતથી કાઢે છે. લાલ મધ કાઢવા પહેલા તેને દોરડાની મદદથી કેટલાય ફૂટ ઊંચે ચડવામાં આવે છે અને પછી મધમાખીઓને ધુમાડાથી ભગાડવામાં આવે છે. અહીં મધમાખીઓના એટેકનો સામનો કરવો પડે છે.

આ લાલ મધનો નશો એબ્સિન્થે જેવો જ છે. એબસિન્થે એક એવું નશીલા પીણું છે જે ઘણા દેશોમાં પ્રતિબંધિત છે. એ જાણવું ખૂબ જ જરૂરી છે કે જો કોઈ વ્યક્તિ લાલ મધનું વધુ માત્રામાં સેવન કરે તો તેને હૃદય રોગ થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X