દુલ્હને સુહાગરાત મનાવવાનો ઈનકાર કરતા વાત ડિવોર્સ સુધી પહોંચી, જાણો શું છે પુરી ઘટના?
સુહાગરાત દરેક કપલનું સપનું હોય છે. લગ્ન બાદ કપલ સુહાગરાત મનાવવા માટે વિશેષ તૈયારીઓ કરે છે. જો કે હાલમાં સામે આવેલી એક ઘટનામાં યુવતીએ સુહાગરાત મનાવવાની મનાઈ કરી દેતા મામલો ડિવોર્સ સુધી પહોંચી હતી.
આવી જ એક વિચિત્ર ઘટના ઓસ્ટ્રેલિયામાં સામે આવી છે. અહીં દુલ્હને લગ્નની રાત્રે સુહાગરાત મનાવવાની મનાઈ ફરમાવી દેતા મોટી બબાલ સર્જાઈ છે. દુલ્હનને આમ કરવાની ના પાડતા વરરાજાએ 24 કલાકમાં જ ડિવોર્સ આપવાની વાત કરી છે.

ઓસ્ટ્રેલિયાની આ ઘટનાનો ખુલાસો એક રેડિયો શો હોટ નાઈટ્સ વિથ એબી ચેટફિલ્ડમાં થયો છે. અહીં એક મહિલાએ મહિલાએ તેના પહેલા પતિ સાથેની આ સુહાગરાતની વાત શેર કરી હતી. મહિલાએ જણાવ્યું કે લગ્નના દિવસે હું અને મારા પતિ ખૂબ જ ખુશ હતા.
મહિલાએ કહ્યું કે, મેં સુહાગરાત પર રોમાન્સ કરવાની ના પાડી દીધી. કારણ કે લગ્ન થયાના થોડા સમય બાદ અમે બંને રાત્રે ફરવા નીકળ્યા હતા.અમે જ્યારે પાછા ફર્યા ત્યારે હું ખૂબ જ થાકી ગઈ હતી. શરીર તૂટી રહ્યું હતું. પતિ રોમાન્સ કરવા માંગતો હતો પણ મેં ના પાડી.
આ ઘટનાનો અંજામ એ આવ્યો કે, લગ્નના 24 કલાકમાં જ તેના પતિએ ડિવોર્સની ઓફર કરી દીધી. મહિલાએ જણાવ્યું કે, સુહાગરાત નસ્વીકારવા બદલ પતિએ લગ્નના 24 કલાકની અંદર છૂટાછેડા માંગ્યા. આનાથી મને ઘણું દુઃખ થયું. ઘણુ મનાવ્યા બાદ પણ તે ન માન્યો. આ પછી બે અઠવાડિયામાં અમે બંને અલગ થઈ ગયા.
બીજી તરફ મહિલાની વાત સાંભળ્યા બાદ શોની એન્કરે મહિલાને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, તે આટલી નાની વાત સમજી શકતો નથી. તે ખૂબ જ ખરાબ વ્યક્તિ હશે.












Click it and Unblock the Notifications
