Relationship Tips : પહેલી ડેટમાં આડીઅવળી વાતો છોડીને ખાસ આ સવાલો પુછો, નહીં તો પાછળથી પસ્તાવો થશે
જ્યારે તમે પહેલી વખત ડેટ પર જાવ છો તો નર્વર્સનેસ અનુભવો છો. પહેલી ડેટ પહેલા તમે ફોન પર ઘણી વાતો કરતા હોય પરંતુ જ્યારે એક બીજા સામે આવો ત્યારે બોલતી બંધ થઈ જાય છે અને ગમે તેવી વાતો કરવાનું શરૂ કરી દે છે.
પહેલી ડેટમાં આ સ્થિતીની બચવુ જોઈએ અને આડી અવળી વાતો કરવાની જગ્યાએ સીધા સવાલો કરવા જોઈએ. આ સવાલો તમને સામે વાળી વ્યક્તિને સારી રીતે સમજવામાં મદદરૂપ બની છે. જો તમે ચોક્કસ વસ્તુ પર ફોક્સ રાખશો તો નર્વસ થવાથી પણ બચી શકશો.

અહીં અમે તમને તમારી પહેલી ડેટને આસાન બનાવતા કેટલાક સવાલો જણાવી રહ્યા છીએ. આ સવાલો તમને તમારા ક્રશને સમજવામાં મદદ કરશે. તેની આદત, પસંદ-નાપસંદને તમે સારી રીતે સમજી શકશો.
તમારે પહેલી ડેટ પર કેટલાક સવાલો કરવા જોઈએ. આ સવાલોથી તમને સામેની વ્યક્તિને જાણવા અને સમજવાની તક મળે છે. આ વાતચીતને સરળ બનાવવાની એક સારી રીત છે. પહેલી મુલાકાતમાં તમામ બાબતો મહત્વની હોય છે. સામેની વ્યક્તિ તમારી સામે કેટલી ખુલ્લે છે તનો પણ તમને અંદાજ આવે છે.
વાતચીત ધીમે ધીમે આગળ વધે પછી તમે તેની પસંદ અને નાપસંદ વિશે જાણવાનો પ્રયાસ કરો. આ સિવાય તમે તમારી નાપસંદ વિશે તેની સાથે શેર કરશો. આ પ્રશ્ન તમને તમારી પહેલી ડેટમાં ડિલ લઈ જશે. ખાસ કરીને જ્યારે તમે લાંબા ગાળાના સંબંધ માટે કોઈ ખાસ વ્યક્તિને શોધી રહ્યા હોવ ત્યારે આ મદદરૂપ બનશે. આ પ્રશ્નથી તમારી પસંદ અને નાપસંદને મેચ કરી શકો છે.
પહેલી ડેટમાં આ પ્રશ્નો પૂછવા મહત્વના છે. જો તમે વિચારી રહ્યાં હોવ કે તમારે ફરી મળવું જોઈએ તો તે પૂછવા માટે સારો પ્રશ્ન છે. દરેક વ્યક્તિને પોતાના પાર્ટનર પાસેથી કેટલીક અપેક્ષાઓ રાખે છે. તેથી જો તમે શરૂઆતમાં આ બાબતોને સાફ કરો તો વધુ સારું રહે છે. ઘણી વસ્તુઓ શેર ન કરવાથી તમને પાછળથી પસ્તાવો થાય છે અને બ્રેકઅપ તરીકે સામે આવે છે.












Click it and Unblock the Notifications
