રેસ્ટોરન્ટ પાણીના નામે રૂપિયા પડાવી રહી છે તો આ નિયમ જાણી લો, બચી જશે ઘણા રૂપિયા
તમે રેસ્ટોરન્ટમાં જમવા જાવ તો ઘણી વખત તમારે પાણીના પણ રૂપિયા ચુકવવા પડે છે. આવુ તમે એટલા માટે કરો છો કારણ કે તમે ઘણા નિયમોથી અજાણ છે. જો તમે આ નિયમો જાણી લેશો તો તમારી અડધી સમસ્યાઓ પુરી થઈ જશે.
હોટલ અને રેસ્ટોરન્ટમાં ઘણી એવી સુવિધાઓ છે જે સામાન્ય લોકો માટે બિલકુલ ફ્રી છે. હોટેલ માલિકો તમને તેમના માટે ના પાડી શકે નહીં. જો તમારે વોશરૂમ જવાની જરૂર હોય તો તમે કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટમાં ફ્રીમાં જઈ શકો છો અને ત્યાંના વોશરૂમનો ઉપયોગ કરી શકો છો. હોટેલ માલિકો તમને આ માટે ના પાડી શકે નહીં.

જો તમને તરસ લાગી હોય તો તમે હોટેલમાંથી મફત પીવાનું પાણી મંગાવી શકો છો. સુપ્રીમ કોર્ટનો ચુકાદો તમને આમ કરવાનો અધિકાર આપે છે. સુપ્રીમ કોર્ટ સામાન્ય નાગરિકને અધિકાર આપે છે કે તેઓ કોઈપણ હોટેલ કે રેસ્ટોરન્ટમાંથી પીવાના પાણીની મફત માંગ કરી શકે છે.
આ સિવાય જો તમે હોટલમાં જમવા જઈ રહ્યા છો તો હોટેલ તમને કોઈ બહાનું કરીને બોટલમાં બંધ પાણી ખરીદવા દબાણ કરી શકે નહીં. જમવા સાથે પાણી આપવુ એ હોટલની ફરજમાં આવે છે.












Click it and Unblock the Notifications
