આ રેસ્ટોરન્ટમાં ભોજન કર્યા બાદ સુવાની પણ સુવિધા મળે છે, જાણો ક્યાં આવેલી છે આ અનોખી રેસ્ટોરન્ટ?
સામાન્ય રીતે તમે કોઈપણ રેસ્ટોરન્ટમાં જમવા માટે જાવ તો ત્યાં ટેબલ ટાઈમના બોર્ડ લાગેલા હોય છે અને તેમાં દર્શાવેલા સમય સુધીમાં તમારે ટેબલ ખાલી કરી દેવુ પડે છે. જો કે એક રેસ્ટોરન્ટ એવી છે કે એ તમને જમ્યા બાદ ત્યાં જ સુવાની પણ સુવિધા આપે છે.
જમ્યા બાદ ઉંઘ આવવી સામાન્ય વાત છે અને હવે આ વાતને સમજીને જોર્ડનની એક રેસ્ટોરન્ટે જમ્યા બાદ ઉંઘવાની સુવિધા આપવાની શરૂઆત કરી છે. હવે આ રેસ્ટોરન્ટની ખુબ ચર્ચા થઈ રહી છે.

હવે આ સુવિધા લોકોને આકર્ષી રહી છે. આ રેસ્ટોરન્ટમાં ભોજન પછી તમે એર કન્ડિશન્ડ રૂમમાં સારી ઊંઘ લઈ શકો છો. આ રેસ્ટોરન્ટનું નામ મોઆબ છે અને તે જોર્ડનની રાજધાની અમ્માનમાં આવેલી છે.
આ રેસ્ટોરન્ટ જોર્ડનની રાષ્ટ્રીય વાનગી મનસાફ પીરસે છે. અહીં જમ્યા બાદ જો તમને ઊંઘ આવે તો તમે એર-કન્ડિશન્ડ રૂમમાં આરામદાયક પથારી પર સૂઈ શકો છો. લોકોને આ સુવિધા પસંદ આવી રહી છે.
આ રેસ્ટોરન્ટની એક ખાસ વાત એ પણ છે કે અહીં માત્ર મનસાફ પીરસવામાં આવે છે. આ રેસ્ટોરન્ટમાં મનસાફ જમનારાઓને ભોજન પછી ટૂંકી ઉંઘ લેવાની સુવિધા અપાય છે. મનસાફમાં વધુ ચરબી હોય છે અને તેના કારણે લોકોને ખાધા પછી ઊંઘ આવે છે. આ વાનગી ઘેટાંના માંસ, ચોખા અને ઘીમાંથી બનાવવામાં આવે છે.
Have you ever needed to take a nap after a great meal 🤤? This restaurant in Jordan lets you enjoy the country’s national dish, mansaf, and afterward take a nap in its sleeping area. pic.twitter.com/Qdru4yFjFt
— NowThis (@nowthisnews) July 21, 2023
પહેલા લોકો પોતાના ઘરે જ મનસાફ ખાતા હતા. આ ખાધા પછી વ્યક્તિને ઊંઘ આવે છે. તેથી જ લોકો બહાર ખાવાને બદલે ઘરે જ ખાતા હતા. પરંતુ આ રેસ્ટોરન્ટની સુવિધા જોતા લોકો હવે સરળતાથી બહાર આ ભોજન કરી શકે છે.












Click it and Unblock the Notifications
