ના પિરિયડ મિસ થયું, ના બેબી બમ્પ નીકળ્યું, કોમામાં આપ્યો બાળકીને જન્મ
ઈંગ્લેન્ડના ગ્રેટ માન્ચેસ્ટરમાં રહેતી એક 17 વર્ષીય વિદ્યાર્થીની પ્રેગ્નેન્સીએ વિશ્વને આશ્ચર્ય પમાડ્યું છે. આ છોકરીના પિરિયડ મિસ થયા નથી કે બેબી બમ્પ નીકળ્યા નથી.
ઈંગ્લેન્ડના ગ્રેટ માન્ચેસ્ટરમાં રહેતી એક 17 વર્ષીય વિદ્યાર્થીની પ્રેગ્નેન્સીએ વિશ્વને આશ્ચર્ય પમાડ્યું છે. આ છોકરીના પિરિયડ મિસ થયા નથી કે બેબી બમ્પ નીકળ્યા નથી. પરંતુ માથાના દુખાવાના કારણે કોમામાં ગયેલી છોકરીએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો. ઓલ્ડહૈમમાં રહેતી ઍબોની સ્ટીવેન્સનને ખબર ન હતી કે તેણી છેલ્લા 9 મહિનાથી ગર્ભવતી હતી. આ બનાવે લોકોને ચોંકાવી દીધા છે. આ પાછળનું કારણ યૂટેરસ ડાઈડેલ્ફિસ નામની મેડિકલ કંડીશન છે.
આ પણ વાંચો: પીઠનો દુખાવો દૂર કરવા માટે, આ વ્યક્તિએ તેના વીર્યને શરીરમાં ઇન્જેક્ટ કર્યું

4 દિવસ પછી ખબર પડી કે તે માતા બની ગઈ છે
કોલેજ સ્ટુડન્ટ 17 વર્ષની એબોની સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરે છે. 2 ડિસેમ્બરના રોજ તેની તબિયત ખરાબ થવા પર તે હોસ્પિટલ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તે કોમામાં જતી રહી. જયારે 6 ડિસેમ્બરના રોજ તે કોમાથી પાછી આવી ત્યારે તેને જાણવા મળ્યું કે તેને એક બાળકીને જન્મ આપ્યો છે. જ્યારે એબોની કોમામાં જતી રહી ત્યારે ડોક્ટરોને તપાસમાં ખબર પડી કે તે ગર્ભવતી છે. તે પછી છોકરીના ઘરના પણ આશ્ચર્યચકિત થઇ ગયા.

આવું યુટેરસ ડાઈડેલ્ફિસની નામની મેડિકલ કંડિશનના કારણે થયું
એબોનીનું ન તો બેબી બમ્પ દેખાતું હતું અને ન તો પિરિયડ મિસ થયા હતા. જેના કારણે એબોનીને ખબર ન હતી કે તે માતા બનવાની હતી. અસાધારણ ઘટના યૂટેરસ ડાઈડેલ્ફિસની મેડિકલ કંડિશનના કારણે થઈ હતી. જેમાં કેટલીક સ્ત્રીઓને બે ગર્ભાશય અને બે ગર્ભાશય ગ્રીવા હોય છે. આ બીમારી 3000 માં કોઈ એક સ્ત્રીને થાય છે. એબોની પણ આનાથી પીડિત હતી. જેના કારણે તેણીને ખબર ન પડી કે તે ગર્ભવતી હતી, કારણ કે બાળક તેના બીજા ગર્ભમાં હતું, જે મૂળ ગર્ભાશયની પાછળ છુપાયેલું હતું.

એબોનીની ડિલિવરી ઇમરજન્સી સીઝરિયનથી કરાવામાં આવી
જ્યારે મુખ્ય ગર્ભાશય ખાલી હોવાના કારણે સામાન્ય રીતે કાર્યરત હતું. જેના કારણે તે દર મહિને પિરિયડમાં થતી હતી. 2 ડિસેમ્બરના રોજ એબોની ગ્રેટર માન્ચેસ્ટરના રોયલ ઓલ્ડહેમ હોસ્પિટલમાં પહોંચી, જ્યાં તેને એનેસ્થિસિયા આપીને બેહોશ કરવામાં આવી હતી. જ્યારે ડૉક્ટરોએ પરીક્ષણ કર્યું ત્યારે તે જાણ્યું કે તે ગર્ભવતી છે. ત્યારબાદ ડોક્ટરોએ તરત જ તેની માતાને માહિતી આપી અને ડિલિવરી માટે કહ્યું. એબોનીની ડિલિવરી ઇમરજન્સી સીઝરિયનથી કરાવામાં આવી. કોમા માંથી બહાર આવેલી એબોની આ ઘટનાથી હેરાન હતી.












Click it and Unblock the Notifications
