પ્રેમિકાને મળવા માટે આખા ગામની લાઇટ બંધ કરી દેતો હતો પ્રેમી, તો ગામે આપી આવી સજા

બિહારના પૂર્ણિયા જિલ્લાના ક્રિયાનંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશપુર પંચાયતના આદિવાસી ટોલામાં શુક્રવારની મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.

પૂર્ણિયા : બિહારના પૂર્ણિયા જિલ્લાના ક્રિયાનંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશપુર પંચાયતના આદિવાસી ટોલામાં શુક્રવારની મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક પ્રેમી તેની પ્રેમિકાને મળવા માટે લગભગ ત્રણ કલાક સુધી આખા ગામની વીજળી કાપી નાખતો હતો. જો કે, ગ્રામજનોએ પાગલ પ્રેમીને રંગે હાથે પકડી લીધો હતો. જે બાદ ગ્રામજનોએ યુવકને અનોખી સજા આપી હતી. સજાના ભાગરૂપે યુવકનું પહેલા અડધું માથું મુંડાવ્યું અને તેને ચપ્પલથી માળા પહેરાવી હતી. જે બાદ પ્રેમી અને તેની પ્રેમિકાના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા.

girl

ગ્રામજનોએ બંનેના લગ્ન કરાવી આપ્યા

ગ્રામજનોએ બંનેના લગ્ન કરાવી આપ્યા

ઇલેક્ટ્રિશિયન સુરેન્દ્ર રાય તેની ગર્લફ્રેન્ડને મળવા માટે વીજ પુરવઠો બંધ કરતો હતો. એક દિવસ સુરેન્દ્રને તેની ગર્લફ્રેન્ડ સાથે અંગતપળો માણતો હતો, ત્યારે ગામલોકોએ તેને રંગે હાથે ઝડપી લીધો. આ દરમિયાન લોકોએ પહેલા બંનેને ચપ્પલ અને પગરખાંની માળા પહેરાવી, બાદમાં તેમનું અડધું માથું મુંડાવ્યું અને સમગ્ર ગામમાં ફેરવ્યા હતા. જે બાદ ગ્રામજનોએ બંનેના લગ્ન કરાવી આપ્યા હતા.

સુરેન્દ્ર રાય અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે છેલ્લા 5 વર્ષથી સંબંધ હતા

સુરેન્દ્ર રાય અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે છેલ્લા 5 વર્ષથી સંબંધ હતા

ઉલ્લેખનીય છે કે, આ ઘટના 9 ઓક્ટોબરના રોજ બની હતી, પરંતુ આ અંગેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સુરેન્દ્ર રાય અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે છેલ્લા 5 વર્ષથી સંબંધ હતા. જ્યારે પણ સુરેન્દ્ર તેની ગર્લફ્રેન્ડને મળવા જતો ત્યારે તે દહેરિયા ગામની વીજળી કાપી નાખતો. વીજકાપને કારણે ગ્રામજનો પરેશાન થતા હતા. ઇલેક્ટ્રિશિયનની આ કારીગરી વિશે ગ્રામજનોને ખબર પડી હતી. જે બાદ ગામના લોકોએ એક સાથે બંનેને રંગે હાથે પકડવાની યોજના બનાવી હતી.

સુરેન્દ્ર પહેલાથી જ પરિણીત છે

સુરેન્દ્ર પહેલાથી જ પરિણીત છે

એક દિવસ વીજળી કાપતાની સાથે જ ગામના લોકોએ બંનેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન બંને અંગતપળો માણતા ઝડપાઇ ગયા હતા. પહેલા તેઓએબંનેને માર માર્યો, પછી તેમને ચપ્પલથી માળા પહેરાવી અને તેમના લગ્ન કરાવી આપ્યા. કહેવામાં આવી રહ્યું છે કે, સુરેન્દ્ર પહેલાથી જ પરિણીત હતો. દારૂ પીધા બાદતે ઘણીવાર પ્રેમિકા પાસે મળવા જતો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X