લો બોલો..ભુલથી વરરાજાના પિતા સાથે થઈ ગયા કન્યાના લગ્ન, જાણો શું છે પુરી ઘટના?

સામાન્ય રીતે લગ્નમાં નાના મોટા હંગામા થતા રહે છે. એમા પણ ભારતીય લગ્ન હંગામા વગર પુરા થાય એવુ લગભગ શક્ય નથી. જો કે આજે આપણે જે લગ્નની વાત કરી રહ્યા છીએ તે ભારતની નહીં પણ ઓસ્ટ્રેલિયાની છે.

આ લગ્નમાં એવો હંગામો થયો કે દુનિયાભરમાં તેની ચર્ચા થઈ રહી છે. હકિકતમાં અહીં એક લગ્ન દરમિયાન ભુલથી કન્યાના લગ્ન વરના પિતા સાથે થઈ ગયા. આ સ્થિતીમાં તે વરની માં બની ગઈ. આ ચૌકાવનારી ઘટના ઓસ્ટ્રેલિયામાં સામે આવી છે.

Strange Wedding

અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયાના લોકપ્રિય બ્રેકફાસ્ટ રેડિયો શોના હોસ્ટને આવેલા એક કોલ બાદ આ વાતનો ખુલાસો થયો. આ કોલ એક મહિલાનો હતો. શોમાં લોકોને લગ્નની વિચિત્ર વાતો સાંભળવા મળી રહી હતી. આ દરમિયાન જ્યારે કિમ નામની મહિલાએ લોકોને પોતાના લગ્નની કહાની સંભળાવી તો બધા ચૌકી ગયા.

આ મહિલાએ તેની સાથે બનેલી ઘટનાનું વર્ણન કરતા જણાવ્યુ કે, કેવી રીતે કોર્ટ મેરેજ દરમિયાન ભુલથી તેના લગ્ન તેના સસરા સાથે થઈ ગયા. મહિલાના જણાવ્યા અનુસાર, તે અને તેનો પતિ કોર્ટ મેરેજ કરવા જઈ રહ્યા હતા. સાક્ષીઓની જરૂર હતી તેથી તેની માતા અને છોકરાના પિતા સાક્ષી તરીકે હાજર હતા.

લગ્નની ફોર્માલિટી દરમિયાન સાક્ષીઓએ સહી કરવાની હતી ત્યાં સહી ન કરીને પતિની જગ્યાએ સસરાએ ભૂલથી સહી કરી દીધી. અહીંથી જ પુરો હંગામો સર્જાયો.

જો કે વરરાજાએ પહેલા જ સહી કરી દીધી હતી પરંતુ સસરાએ તેની સહી તેની સામે સહી કરી દીધી. આવી સ્થિતિમાં કિમના લગ્ન તેના પતિ અને પતિના પિતા સાથે પણ થઈ ગયા. કિમે જ્યારે પોતાની આ વાત લોકો સામે રાખી તો લોકો ચૌકી ગયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X