પંખો રિપેર કરવા આવેલા શખ્સે મહિલાને આવી ઓફર, પતિ લાલઘૂમ
પહેલી નજરે પ્રેમ થાય છે, એવું તમે ઘણીવાર સાંભળ્યું હશે. લોકો પ્રેમમાં પાગલપન કરે છે, જેમાં તેઓ તમામ હદો ભૂલી જાય છે. આવામાં પ્રેમને લગતા ઘણા કિસ્સા જોયા અને સાંભળ્યા હશે. આવામાં હાલ આવો જ એક કિસ્સો ચર્ચાઇ રહ્યો છે.
આ લવ સ્ટોરી વિશે જાણીને માત્ર લોકોને જ નહીં, પરંતુ આખી દુનિયા આશ્ચર્યમાં મૂકાઇ ગઇ છે. કારણ કે, અહીં એક વ્યક્તિની પત્ની તેના ઘરે પંખો રિપેર કરવા આવેલા ઇલેક્ટ્રિશિયનને તેની સાથે પ્રેમ થઇ ગયો.

અંગ્રેજી વેબસાઈટ ડેઈલી સ્ટારમાં છપાયેલા અહેવાલ અનુસાર, યુએસ સ્થિત મૈસિયોનના પતિ ફર્નિચરની દુકાન ચલાવતા હતા. એક દિવસ એવું બન્યું કે, તે તેના પતિની દુકાને પહોંચી અને ત્યાં તેનું કામ જોઈ રહી હતી.
આ દરમિયાન મૈસિયોનના સસરા ડેવે તેના પતિને શોરૂમ વિસ્તારમાં બોલાવ્યો હતો. આ સમયે અહીં માત્ર એક ચણતર કરનાર અને ઇલેક્ટ્રિશિયન કામ કરતા હતા. જેમને તેના પતિએ પંખો ઠીક કરવા મોકલ્યો હતો.
આ દરમિયાન ઇલેક્ટ્રિશિયને મૈસિયોનના પ્રેમમાં એ રીતે પડી ગયા કે, તેણે તેના વખાણ કરવા લાગ્યા હતા. ઇલેક્ટ્રિશિયને મૈસિયોનને કહ્યું કે, તેને તે ખૂબ જ આકર્ષત લાગે છે.
જ્યારે મૈસિયોને જણાવ્યું હતું કે, તે પરિણીત મહિલા છે, ત્યારે ઇલેક્ટ્રિશિયને જણાવ્યું કે, આ સાંભળીને મારું દિલ તૂટી ગયું. આગળ, તેણે મૈસિયોનને સમજાવવા કહ્યું કે, તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. જો તેણી ક્યાંક ફરવા માંગતી હોય, તો તે તેનો સંપર્ક કરી શકે છે.
આટલી બધી વાતો સાંભળ્યા પછી, મૈસિયોને તે સમયે જવાબ આપવાનું યોગ્ય ન માન્યું અને જતી વખતે તેણે તેના માટે એક પત્ર છોડી દીધો. જેમાં આ તમામ બાબતો લખવામાં આવી હતી. મહિલાએ આ પત્ર તેના પતિને બતાવ્યો અને તેને જોઈને તેના પતિએ તેને ઘણી ઠપકો આપ્યો હતો.
જેના પર તેણે માફી પણ માંગી હતી. આ બધા પછી, મહિલાએ આ આખી સ્ટોરી ટિકટોક પર શેર કરી છે. જેના પર ઘણા લોકોએ કહ્યું કે, ખબર નથી કે આવા લોકોને કોણ રાખે છે. આવા સમયે, અન્ય એક યુઝરે લખ્યું, આ લોકોને પોલીસના હવાલે કરવા જોઈએ. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે.












Click it and Unblock the Notifications
