પત્ની જ્યાં સુધી પતિને વાઈન ન પીવડાવે ત્યાં સુધી પુરા નથી થતા લગ્ન, જાણો ક્યાં જોવા મળે છે આ વિચિત્ર લગ્ન?
દુનિયાભરમાં લગ્નને લઈને હજારો પરંપરાઓ જોવા મળે છે. આવી જ એક પરંપરા નાઈઝીરિયામાં જોવા મળે છે. અહીં લગ્ન વાઈન પીવડાવીને પુરા મનાય છે.
ઘણા એવા દેશ છે જ્યાં લગ્ન સાથે જોડાયેલી વિચિત્ર પરંપરાઓ છે. અમે લગ્નને લઈને આવી જ કેટલીક પરંપરાઓ વિશે માહિતી આપી રહ્યા છીએ.

નાઈજીરિયામાં એક વિચિત્ર પરંપરા એ છે કે જ્યાં સુધી કન્યા વરરાજાને વાઈન ન આપે ત્યાં સુધી લગ્નને પૂર્ણ માનવામાં આવતા નથી. ભારતમાં દારૂ પીવાને લઈને ઝઘડા કે હંગામો થાય છે પરંતુ અહીં એવું બિલકુલ નથી. કન્યા પોતે વરને પોતાના હાથથી વાઇન પીરસે છે. આ પછી તે બધા મહેમાનોને આપવામાં આવે છે.
આ વિચિત્ર પરંપરામાં ખાસ એ છે કે દુલ્હન તરફથી દારૂ લાવવામાં આવે છે. લગ્ન ફક્ત કન્યાના પરિવાર દ્વારા લાવવામાં આવેલી વાઇનની બોટલ સાથે કરવામાં આવે છે. જો કોઈ અન્ય વાઇનની બોટલ લાવે તો તેને સ્વીકારાતી નથી. જો કન્યાનો પરિવાર દારૂ લાવવાનું ભૂલી જાય તો તેના વિના લગ્ન અધૂરા ગણાય છે અને લગ્ન થતા નથી.
કન્યા વરરાજાને વાઇન પીરસે પછી બધા મહેમાનોને વાઇન ગ્લાસ આપવામાં આવે છે. જ્યાં સુધી બધા મહેમાનો દારૂ પીતા નથી ત્યાં સુધી લગ્ન પૂર્ણ થતા નથી. વરરાજા અને બધા મહેમાનો દારૂ પીવે પછી લગ્ન પૂર્ણ માનવામાં આવે છે. આ પછી આગળની પ્રક્રિયા પૂર્ણ થાય છે.
યુક્રેનમાં લગ્નનો એક રિવાજ છે, જેમાં દુલ્હનના જૂતામાં વાઇન નાખીને તેને પીરસવામાં આવે છે. ભારતમાં લગ્ન દરમિયાન વરરાજાના જૂતાની ચોરી થાય છે પરંતુ યુક્રેનમાં દુલ્હનના જૂતાની ચોરી થાય છે અને પછી તે ચોરી કરનાર વ્યક્તિ લોકોને તે જ જૂતામાં દારૂ પીવડાવી દે છે. લગ્નમાં આવતા તમામ લોકોને આ દારૂ પીરસવામાં આવે છે.












Click it and Unblock the Notifications
