સોનાથી પણ મોંઘી આ વસ્તુના ઘરેણા વેચવા પર ભારતમાં પ્રતિબંધ છે, જાણો શું છે આ વસ્તુ?
ભારત જેવા દેશોની મહિલાઓમાં સોના-ચાંદીના મોંઘા દાગીનાઓની ખાસ માંગ જોવા મળે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે સોના ચાંદી કરતા પણ મોંધી એક ઘાતુના દાગીના ભારતમાં પ્રતિબંધિત છે.
મોટા ભાગના લોકો એ વાતથી અજાણ છે કે સોના-ચાંદીથી મોંધી એક વસ્તુના ઘરેણાં પણ બને છે અને અને વિદેશોમાં મોટા પ્રમાણમાં તેનો વેપાર થાય છે. ભારતમાં પણ તેને બ્લેકમાં વેચવામાં આવે છે.

ભારતમાં હાથીના દાંતનો વેપાર ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો છે. હાથી દાંતનો વેપાર કરવા પર ભારતમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની કલમ 9 હેઠળ કાર્યવાહી થાય છે. આવુ કરતા પકડાવા પર સજા થઈ શકે છે.
ઘણી વખત સમાચારોમાં જોવા મળે છે કે, લોકો દાંતના લોભમાં હાથીઓને મારી નાખે છે, જેના કારણે ન માત્ર આ નિર્દોષ પ્રાણીનો જીવ જાય છે પરંતુ તેના કારણે હાથીઓની સંખ્યા પણ ઓછી થઈ રહી છે. તમે હાથીદાંતની વાતો અને કિંમતો વિશે ઘણું સાંભળ્યું હશે. ઘણી વાર તમે વિચારતા હશો કે આટલું મોંઘું કેમ વેચાય છે?
જણાવી દઈએ કે, હાથીદાંતનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે થાય છે. નેકલેસ અને બંગડી જેવી જ્વેલરી તેમાંથી બનાવવામાં આવે છે. અમીર લોકોમાં તે સ્ટેટસ સિમ્બોલનો વિષય છે, જેના કારણે તે મોંઘા છે.
હાથીદાંતમાંથી બનેલી જ્વેલરીનો ઉપયોગ આજકાલથી નહીં પણ હજારો વર્ષોથી થતો આવ્યો છે. પ્રાચીન સમયથી તેનો ઉપયોગ થતો આવ્યો છે. પ્રાચીન સમયમાં રાજવી પરિવાર અને ધનિક લોકોમાં હાથીદાંતથી બનેલા આભૂષણોની ખૂબ માંગ હતી. કેટલાક વિશિષ્ટ સ્થળોએ તે સામાન્ય સંસ્કૃતિનો એક ભાગ હતો.












Click it and Unblock the Notifications
