For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવજાત બાળકીની કરોડરજ્જુમાંથી કમર પર નીકળ્યો હતો ત્રીજો પગ, ડૉક્ટરોએ 3 કલાકમાં કરી દીધો અલગ

એક નવજાત બાળકીનુ ફરીદકોટની મેડિકલ કૉલેજમાં સફળ ઑપરેશન કરવામાં આવ્યુ. 7 દિવસની બાળકીની પીઠ પર ત્રીજો પગ જોડાયેલો હતો.

|
Google Oneindia Gujarati News

ફરીદકોટઃ એક નવજાત બાળકીનુ ફરીદકોટની મેડિકલ કૉલેજમાં સફળ ઑપરેશન કરવામાં આવ્યુ. 7 દિવસની બાળકીની પીઠ પર ત્રીજો પગ જોડાયેલો હતો. ડૉક્ટરોએ તેના શરીરની બાહ્ય અને આંતરિક રચના શોધી તો જાણવા મળ્યુ કે એક અડધુ શરીર વિકસિત થઈને તેની પીઠ પર એક પગ, હિપ અને ગુપ્તાંગ તરીકે ઉભરેલુ હતુ. ડૉક્ટરોએ કહ્યુ કે અડધુ શરીર વિકસિત બાળકીના કરોડરજ્જુ સાથે જોડાયેલુ હતુ. જેને એમ જ અલગ કરી શકાય તેમ નહોતુ.

3 કલાકની પ્રક્રિયા બાદ ઑપરેશન સફળ રહ્યુ

3 કલાકની પ્રક્રિયા બાદ ઑપરેશન સફળ રહ્યુ

જો કે પરિવારજનોની સંમતિ બાદ ડૉક્ટરોએ ઑપરેશન શરૂ કર્યુ. લગભગ 3 કલાકની પ્રક્રિયા બાદ ઑપરેશન સફળ રહ્યુ. ત્યારબાદ ડૉક્ટરોએ કહ્યુ કે હવે બાળકી બિલકુલ સ્વસ્થ છે. તેમણે જણાવ્યુ કે તેના ત્રીજા પગ સહિત અનાવશ્યક અવિકસિત બૉડી પાર્ટ હટાવી દેવામાં આવ્યા છે. સર્જરી વિશેષજ્ઞ ડૉ. આશિષ છાબડાએ જણાવ્યુ કે ફિરોઝપુરના પરિવારની આ બાળકીનો જન્મ ફરીદકોટના ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ કૉલેજ તેમજ હોસ્પિટલમાં થયો હતો.

અડધુ શરીર એક જ સ્પાઈનલ કૉર્ડ સાથે જોડાયેલુ

અડધુ શરીર એક જ સ્પાઈનલ કૉર્ડ સાથે જોડાયેલુ

ડૉ. આશીષ છાબડાએ કહ્યુ કે જન્મ બાદ બાળકીને જ્યારે અમારી પાસે લાવવામાં આવી ત્યારે તે માત્ર 2 દિવસની હતી. આ અંગે ગાયનેક વૉર્ડમાંથી સૂચના આપવામાં આવી હતી કે બાળકી પીઠ પર એક વધારાનુ અંગ ઉભરેલુ છે. અડધુ શરીર એક જ સ્પાઈનલ કૉર્ડ સાથે જોડાયેલુ હતુ. અમે પરિવારજનોની મંજૂરી લઈને 7 દિવસની ઉંમરની બાળકીના આ મુશ્કેલી દૂર કરી દીધી.

બેભાન થયા બાદ આટલી નાની બાળકીનુ ભાનમાં આવવુ મુશ્કેલ હતુ

બેભાન થયા બાદ આટલી નાની બાળકીનુ ભાનમાં આવવુ મુશ્કેલ હતુ

ડૉ. આશીષ છાબડાના જણાવ્યા મુજબ બાળકીની પીઠ પર જે ત્રીજો પગ હતો.. તેનાથી તેને ભવિષ્યમાં ખૂબ જ મુશ્કેલી થાત. તેના કારણે બાળકીનો જમણો પગ કામ નહોતો કરી રહ્યો અને ડાબો પગ પણ થોડુ ઓછુ કામ કરતો હતો. એવામાં ઑપરેશન ખૂબ જરૂરી હતુ અને એ મુશ્કેલી પણ હતી કે બાળકીને બેભાન કરવાની હતી અને ઘણી વાર બેભાન થયા બાદ આટલી નાની બાળકીનુ ભાનમાં આવવુ મુશ્કેલ હતુ પરંતુ ઑપરેશન સફળ રહ્યુ.

English summary
The third leg on the back of a newborn girl, operation successful.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X