60 વર્ષની આ દાદીની ફિટનેસ સામે ફિક્કી પડે છે યંગ મોડલ, ફિટનેસ જોશો તો જોતા રહી જશો
ફિટનેસ એ લાંબુ જીવવા અને સારા દેખાવા માટેની સૌથી આસાન ચાવી છે. એક મહિલાએ આ મંત્રને આત્મસાત કર્યો છે અને 60 વર્ષે ફિટનેસથી યંગ મોડલને ટક્કર આપી રહી છે.
બાઓ નામની આ મહિલાની ફિટનેસ કોઈને પણ આશ્ચર્યમાં મુકી શકે છે. આ મહિલા 60 વર્ષની છે અને આ ઉમરે ગજબની ફિટનેસ ધરાવે છે. હાલમાં લોકો રોગો સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે આ મહિલા ફિટનેસની લોકોને પ્રેરીત કરી રહી છે.

આ મહિલા પોતાની જાતને ફિટ રાખવા જીમમાં કલાકો સુધી વર્કઆઉટ કરે છે. આ મહિલાએ પોતે એક ઈન્ટરવ્યુમાં પોતાની ફિટનેસ સિક્રેટ લોકો સાથે શેર કર્યા હતા.
આ મહિલાએ જણાવ્યું કે, જ્યારે તેને ફિટનેસ તરફ આકર્ષણ થયુ ત્યારે તે 38 વર્ષની હતી. આની પાછળની કહાની પણ ખૂબ જ રસપ્રદ છે. આ મહિલાએ જણાવ્યું કે, એક સમયે તેનું વજન ઘણું વધી ગયું હતું. કપડાં પણ તેને ફિટ નહોતા થતા. આ પછી તેણે વજન ઘટાડવાનું વિચાર્યું અને એરોબિક્સ ક્લાસમાં જોડાઈ.
આ પછી બાઓએ ફિટનેસ કોર્સ પૂરો કર્યો અને લોકોને તાલીમ આપવાનું શરૂ કર્યું. હાલ તે પાર્ટ ટાઈમ કાર્ડિયો ટ્રેનર તરીકે કામ કરી રહી છે. બાઓ લોકોને 5 જીમમાં તાલીમ આપે છે. તે નાસ્તા પહેલા વર્કઆઉટ કરે છે. તેની ફિટનેસ રૂટિનમાં દૈનિક વર્કઆઉટ અને તણાવમુક્ત જીવન સામેલ છે. તેઓ કહે છે કે ફિટ રહેવા માટેની કોઈ ઉંમર નથી.
બાઓ કહે છે કે, આ ઉંમરે પણ તેની કમર 27 ઈંચ છે. 20 વર્ષની ઉંમરે તેની કમર 25 ઈંચ હતી. આ ઉંમરે 27 ઇંચની કમર હોવી એ એક મોટી વાત છે. બાઓ કહે છે કે ફિટનેસ તેના જીવનનો સૌથી મોટો અને સૌથી મહત્વનો ભાગ છે. તે માનસિક અને શારીરિક રીતે ખૂબ જ સ્વસ્થ ફિલ કરે છે.












Click it and Unblock the Notifications
