દુનિયાના આ દેશોમાં કોઈ નદી નથી, જાણો કેવી રીતે પાણી પુરૂ પાડે છે?
પૃથ્વી પર વસેલા તમામ મોટા શહેરો કોઈને કોઈ નદીના કિનારે વસેલા છે. પાણી એ માણસજાતના અસ્તિત્વ માટે સૌથી જરૂરી વસ્તુ છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં કેટલાક એવા દેશ છે જ્યાં એક પણ નદી નથી આવેલી.

કોમોરોસ
દક્ષિણ પૂર્વ આફ્રિકામાં આવેલા આ દેશમાં એકપણ નદી નથી. દક્ષિણ પૂર્વ આફ્રિકામાં સ્થિત કોમોરોસ ત્રણ ટાપુઓથી બનેલો છે અને દરિયાની વચ્ચે છે.
વેટિકન સિટી
વેટિકન સિટી દુનિયાનો સૌથી નાનો દેશ પણ છે. વિશ્વનો આ એકમાત્ર દેશ વસ્તી અને વિસ્તાર બંનેમાં નાનો છે. અહીં પણ કોઈ નદી આવેલી નથી.
સાઉદી અરેબિયા
સાઉદી અરેબિયા રણથી ઘેરાયેલો દેશ છે અને અહીં કોઈ નદી નથી. અહીં નાની-મોટા તળાવ છે જે સામાન્ય રીતે સુકા જ રહે છે. આ દેશમાં કોઈ કાયમી નદી નથી વહેતી.
ટોંગા
ટોંગા 171 ટાપુનો બનેલો દેશ છે અને અહીં 41માં લોકોની વસ્તી છે. ચારે બાજુ પાણીથી ઘેરાયેલા આ દેશમાં પણ કોઈ નદી નથી. પાણીથી ઘેરાયેલો હોવા છતાં અહીં કોઈ કાયમી નદી નથી.
બહેરીન
આ એશિયાના સૌથી નાના દેશોમાંનો એક છે. કુલ વિસ્તાર 760 ચોરસ કિમી છે. જો કે આ દેશની નજીક સમુદ્ર છે પરંતુ અહીં નદીઓનું કોઈ અસ્તિત્વ નથી.
માલદીવ
માલદિવ નાના ટાપુઓનો સમૂહ છે અને દરિયા વચ્ચે સ્થિત છે. આ જ કારણ છે કે ત્યાં પણ કોઈ નદીઓ પણ જોવા મળતી નથી, તે ખારા પાણીથી ઘેરાયેલો દેશ છે.












Click it and Unblock the Notifications
