આ છે દુનિયાની સૌથી ખતરનાક 5 સબમરિન, દુશ્મન દેશના નાક નીચે હુમલો કરવા સક્ષમ છે!
વર્તમાન સમય આધુનિક હથિયારોનો સમય છે. રોજ રોજ દુનિયાભરમાં નવા નવા હથિયારો આવતા રહે છે. પહેલાના સમયમાં યુદ્ધ માટે લોકોએ જીવને જોખમમાં મુકવો પડતો હતો, હવે સમય બદલાયો છે.
વર્તમાન સમય આધુનિક હથિયારોનો સમય છે. રોજ રોજ દુનિયાભરમાં નવા નવા હથિયારો આવતા રહે છે. પહેલાના સમયમાં યુદ્ધ માટે લોકોએ જીવને જોખમમાં મુકવો પડતો હતો, હવે સમય બદલાયો છે. હાલ દુનિયામાં એવા એવા હથિયારો હાજર છે, જે આંખોના પલકારામાં વિનાસ વેરવા સક્ષમ છે. આજે અમે તમને આવા જ ઘાતક હથિયાર સબમરિન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ઓસ્કાર-2 ક્લાસ સબમરીન - રશિયા
રશિયાની ઓસ્કાર-2 ક્લાસ સબમરીન વિશ્વની સૌથી ઘાતક સબમરીન છે. 28 કિલોમીટર પ્રતિ કલાકથી 56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી આ સબમરીન પરમાણુ હુમલો કરવામાં સક્ષમ છે. આ સાથે તે ન્યુક્લિયર ક્રુઝ મિસાઈલથી સજ્જ છે.

ઓહિયો ક્લાસ - અમેરિકા
ઓહિયો ક્લાસનું નામ વિશ્વની સૌથી ખતરનાક સબમરીનમાં લેવામાં આવે છે. 22 કિલોમીટર પ્રતિ કલાકથી 46 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી આ સબમરીન એકલા યુદ્ધના મેદાનમાં તબાહી મચાવવા માટે પૂરતી છે.

સોર્યુ ક્લાસ - જાપાન
આ યાદીમાં જાપાનની સોર્યુ ક્લાસનો પણ સમાવેશ થાય છે. તે પાણીની સપાટી પર કલાકના 24 કિમી અને પાણીની નીચે 37 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. લગભગ 11 હજાર કિલોમીટરની રેન્જવાળી આ સબમરીનમાં 65 લોકો સવાર થઈ શકે છે.

અકુલા ક્લાસ - રશિયા
અકુલા ક્લાસ સબમરીન રશિયા દ્વારા 1980માં બનાવવામાં આવી હતી. તે પાણીની સપાટી પર 19 કિમી પ્રતિ કલાક અને પાણીની નીચે 65 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. ખતરનાક હથિયારોથી સજ્જ આ સબમરીન પરમાણુ હુમલો કરવા પણ સક્ષમ છે.

લોસ એન્જલસ ક્લાસ સબમરીન - અમેરિકા
અમેરિકાની સુધારેલી લોસ એન્જલસ ક્લાસ સબમરીન યાદીમાં પાંચમા નંબરે છે. અમેરિકાની આ ખતરનાક સબમરીન પરમાણુ હથિયાર ચલાવવામાં સક્ષમ છે. પાણીમાં તેની ઝડપ ઓછામાં ઓછી 37 કિલોમીટર પ્રતિ કલાક છે. તેની ક્ષમતા 129 સૈનિકોની છે.












Click it and Unblock the Notifications
