77 વર્ષથી અન્નનો ત્યાગ, આ વ્યક્તિને લોકો માતાજી કહે છે

Written By:
Subscribe to Oneindia News

કહેવાય છે કે તમે કંઇ પણ ખાધા વગર 30 દિવસ સુધી જીવી શકો છો. પણ પાણી પીધા વગર તમે પાંચ દિવસથી વધુ પણ જીવી નથી શકતા. તેવામાં ગુજરાતમાં રહેતા નો એક વ્યક્તિ છે જેનો દાવો છે કે તેણે છેલ્લે 77 વર્ષથી ના કંઇ ખાધું છે ના જ પાણી પીધું છે અને તેમ છતાં તે સજીવીત છે. અંબાજી ખાતે રહેતા આ ભાઇને લોકો પ્રેમથી માતાજી તરીકે બોલાવે છે. જો કે તેમનું સાચું નામ પ્રહલાદ જાની છે. પ્રહલાદભાઇનું કહેવું છે કે તે છેલ્લા 77 વર્ષોથી હવા ખાઇને એટલે કે શ્વાસ પર જ નભે છે. એટલું જ નહીં તે 82 વર્ષની ઉંમરે પણ આરામથી હરે ફરે છે. અને જંગલમાં 100-200 કિલોમીટર વોક પણ કરી શકે છે. સાથે જ તે દિવસમાં 12 કલાક ધ્યાન કરે છે. તેમનો દાવો છે કે તેમને ભૂખ કે તરસ લાગતી જ નથી. જે પર મેડિકલ એક્સપર્ટનું શું કહેવું છે જાણો.

15 દિવસ

15 દિવસ

મેડિકલ એક્સપર્ટનું કહેવું છે કે કોઇ પણ વ્યક્તિ વધુમાં વધુ એક અઠવાડિયા કે પછી 10 દિવસ સુધી પાણી વગર રહી શકે છે. ત્યારે ગુજરાતના ડોક્ટરોની એક ટીમ દ્વારા તેમની 15 દિવસ 24 કલાક ડોક્ટર અને કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યા. ત્યારે આ 15 દિવસો દરમિયાન શું થયું જાણો અહીં.

ડોક્ટરો માટે કોયડો

ડોક્ટરો માટે કોયડો

સીસીટીવી કેમેરા સાથે ડોક્ટરોની એક ટીમે 10 દિવસ સુધી પ્રહ્લાદભાઇ પર નજર રાખી. આ દરમિયાન તેમણે કંઇ ના તો કંઇ ખાધું ના તો કંઇ પાણી પીધું. તેમ છતાં તે સ્વસ્થ રીતે હરી ફરી શકતા હતા અને વાત પણ કરી શકતા હતા. જે ડોક્ટરો માટે એક કોયડા સમાન વાત હતી. કારણ કે સામાન્ય રીતે આવું હોવું અશક્ય છે.

ડોક્ટરો શું કર્યું?

ડોક્ટરો શું કર્યું?

એટલું જ નહીં ડોક્ટરોએ તેમનું ટોયલેટ પણ સીલ કર્યું હતું. અને સતત કેમેરાથી તેમની પર ચોવીસ કલાક નજર બનાવી રાખી હતી. વળી તેમના કપડાના સ્મેપલ લઇને પણ તેમણે જોયું કે એની પર કોઇ પેશાબ કે મળના નિશાન તો નથી. પણ આ તમામ વસ્તુઓ કરવા છતાં તેમને કોઇ પરિણામ ના મળ્યું.

વિજ્ઞાન માટે પહેલી

વિજ્ઞાન માટે પહેલી

ડોક્ટરોનું માનીએ તો પ્રહ્લાદ ભાઇ જે રીતે જીવી રહ્યા છે તે તેમના સિવાય અન્ય કોઇ પણ વ્યક્તિ માટે જીવવું સામાન્ય વાત નથી. પ્રહ્લાદભાઇનું કહેવું છે કે આ માટે શક્તિ તેમને ખુદ માં અંબા આપે છે. અને વર્ષો પહેલા માતાજીએ જ તેમને આ વરદાન આપ્યું હતું. ત્યારે આ વાતને હકીકત માનવી કે જૂઠાણું તે હવે વિજ્ઞાનની સમજની પણ બહાર જતું રહ્યું છે.

English summary
this 82 year old man called mataji claims to have had no food or drink for 77 years.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.