For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કંપનીમાં ઈન્ટર્નશિપમાં સુર્વણ તક, 9 કલાક સૂવા માટે મળશે 1 લાખ રૂપિયા સેલેરી

સામાન્ય રીતે નોકરીના કારણે લોકોની ઉંઘ પૂરી નથી થઈ શકતી પરંતુ બેંગલુરુની એક કંપની માત્ર સૂવા માટે એક લાખ રૂપિયા સુધીની સેલેરી આપવા માટે તૈયાર છે.

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે નોકરીના કારણે લોકોની ઉંઘ પૂરી નથી થઈ શકતી પરંતુ બેંગલુરુની એક કંપની માત્ર સૂવા માટે એક લાખ રૂપિયા સુધીની સેલેરી આપવા માટે તૈયાર છે. આ ઑફર હેઠળ ઉમેદવારને 9 કલાક સુધી સૂવાનુ રહેશે પરંતુ આના માટે પસંદગી કરવી જરૂરી છે.

અમુક શરતો પણ છે

અમુક શરતો પણ છે

આ બેંગલુરુની ઑનલાઈન ફ્રમ વેકફિટ કંપનીની ઑફર છે. ઑનલાઈન સ્લીપ સૉલ્યુલેશન ફર્મના આ પ્રોગ્રામને વેકફિટ સ્લીપ ઈન્ટર્નશિપ નામ આપ્યુ છે. આના માટે અમુક શરતો પણ છે. જે હેઠળ કંપનીએ આપેલા ગાદલા પર જ સૂવુ પડશે. રોજ એ પણ બતાવવુ પડશે કે કેવી ઉંઘ આવી.

પૈસા કેમ આપી રહી છે કંપની?

પૈસા કેમ આપી રહી છે કંપની?

એ વાત વિચારવુ પણ જરૂરી છે કે માત્ર સૂવા માટે કોઈ કંપની પૈસા કેમ આપી રહી છે. તો ચાલો અમે આની પાછળનુ કારણ પણ જણાવીએ છીએ. વાસ્તવમાં કંપની સૂવા માટે અમુક લોકોનુ કાઉન્સેલિંગ કરશે અને તેમની સૂવાની રીતને ટ્રેક કરવામાં આવશે. ત્યારબાદ સૂવા જતા લોકોની માત્ર ઉંઘ જ રેકોર્ડ કરવામાં નહિ આવે પરંતુ વિશેષજ્ઞોની સલાહ પણ લેવામાં આવશે. લોકોની સૂવાની રીત નોટિસ કરવામાં આવશે. જીતનારાને સ્લીમ ટ્રેકર ઈનામ તરીકે પણ મળશે.

આ પણ વાંચોઃ શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન સામે દાખલ અરજી સુપ્રીમે ફગાવીઆ પણ વાંચોઃ શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન સામે દાખલ અરજી સુપ્રીમે ફગાવી

કેટલો છે સૂવાનો સમય

કેટલો છે સૂવાનો સમય

કંપનીના નિયમ મુજબ આમાં ભાગ લેવા માટે જે લોકો પસંદ કરવામાં આવશે તેમણે 100 દિવસ રોજ 9 કલાકની ઉંઘ લેવી પડશે. પસંદગી માત્રએ જ લોકોની થશે જે બાકી વસ્તુઓની સરખામણીમાં પોતાની ઉંઘને મહત્વ આપે છે. આ ઉપરાંત ખાસ વાત એ પણ છે કે આના માટે ના તો પોતાનુ કામ છોડવુ પડશે અને ના ઘર.

કેવી રીતે કરી શકો છો અપ્લાઈ

કેવી રીતે કરી શકો છો અપ્લાઈ

આ ઈન્ટરર્નશિપ માટે જો તમે પણ અપ્લાય કરવા ઈચ્છતા હોય તો કંપનીની વેબસાઈટ પર જઈ શકો છો. આ વેબસાઈટ છે - https://www.wakefit.co/sleepintern/ પછી તમે આ લિંક પર ક્લિક કરીને પણ ફોર્મ ભરી શકો છો.

English summary
this company promises to pay one lakh rupees salary for sleeping in internship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X