માત્ર ગુરૂવારે જ ડેટ કરે છે આ છોકરી, બનાવી રાખ્યા છે અજીબ નિયમો, તો પણ લાગે છે છોકરાઓની લાઈન
હવે ડેટિંગમાં નવા નવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે. કોઈ ઓનલાઈન ડેટિંગ તો કોઈ અજનબીઓને ડેટિંગ કરવાનું પસંદ કરે છે. જો કે એક છોકરી એવી છે કે તેના ડેટ કરવા માટેના કેટલાક નિયમો છે. જો કે તેમ છત્તા છોકરાઓની લાઈન લાઈન લાગે છે.
આ છોકરીનું કહેવુ છે કે તેને ડેટ કરવા માટે તેને બનાવેલા 8 નિયમો પાળવા બહુ જરૂરી છે. તે માત્ર ગુરૂવારે જ ડેટ કરે છે. એટલુ જ નહીં, તે ફિજિકલ રિલેશન પણ નથી બનાવી શકતી. નવાઈ લાગશે કે આટલા નિયમો બાદ પણ છોકરાઓ તેની પાછળ પાગલ છે.

બ્રિટનમાં રહેતી 22 વર્ષની ટેસ્ટમેકર ટેમ કૌરે પોતાની કહાની NeedToOnLine પર શેર કરી છે. તેણીએ જણાવ્યુ કે, આ નિયમોને કારણે પુરુષો સમય બગાડતા નથી. કૌર અગાઉ પણ રિલેશનશિપમાં હતી પરંતુ 2020માં બ્રેકઅપ બાદ તેણે 8 નિયમો બનાવ્યા. આ નિયમો તે ડેટ કરવા માટે ફોલો કરે છે.
તેણી જણાવે છે કે, સૌથી પહેલા હું ગુરુવારે જ ડેટ કરી શકું છું. પહેલી ડેટમાં ફિજિકલ રિલેશન બિલકુલ ન હોવા જોઈએ. ટિકટોક પર તેનો વીડિયો આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેણીએ કહ્યું કે તેના આ નિયમો લાઈફને આસાન બનાવે છે.
આ સિવાય તેણી સ્ટોકિંગને બીજો મહત્વનો નિયમ ગણાવે છે. તેણી કહે છે કે એકવાર વાતચીત થઈ ગઈ પછી હું દરેક બાબતમાં તમારો પીછો કરીશ. તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર નજર રાખીશ. તે કહે છે કે, હું એક મહિલા છું અને મારી સુરક્ષાની કાળજી લેવાની જવાબદારી મારી છે. જો કોઈ ટેન્શન હશે તો હું વાત નહીં કરું.
તેણી આગળ જણાવે છે કે, જો તમે એવી છોકરીઓને ફોલો કરી રહ્યાં છો જે તમને Instagram પર ફોલોબેક નથી કરી રહી તો ઠીક છે. ત્રીજી શરત જણાવતા ટેસ્ટમેકર ટેમ કૌર જણાવે છે કે, તમને ડેટ પર બોલાવવા માટે માત્ર 7 દિવસનો સમય છે. જો તે તેના કરતા વધુ સમય લે છે તો તેનો અર્થ એ કે મને તે ગમતું નથી. મતલબ કે તમે મારા માટે અયોગ્ય છો.
ચોથો નિયમ જણાવતા તેણી જણાવ્યુ કે, વાતચીતના શરૂઆતના દિવસોમાં હું છોકરાની દરેક હરકતો પર નજર રાખીશ. તે એક પરીક્ષણ જેવું છે. જો આ ચાર નિયમોનું પાલન કરવામાં આવે તો પાંચમા નિયમનું પાલન કરવું પડશે. છોકરાએ પ્રથમ ડેટ માટે તમામ વ્યવસ્થા કરવી પડશે.
તેણીની છઠ્ઠી શરત છે કે ડેટિંગ ટૂંકુ હશે. દિવસના સમયે થશે અને જાહેર સ્થળે દારૂ વગર થશે. તમારે વફાદારી બતાવવી પડશે. તમારે મારી વાત ધ્યાનથી સાંભળવી પડશે. આંખથી આંખનો સંપર્ક કરવો જરૂરી છે. ફોન સ્વીચ ઓફ રાખવાનો અને ત્યાં કામ કરતા સ્ટાફ સાથે નમ્રતાથી વાત કરવી પડશે. આ પછી હું પ્રશંસા કરીશ એવી અપેક્ષા રાખશો નહીં.
તેણીનો સાતમો નિયમ થોડો અલગ છે. તેણી કહે છે કે જો મને નથી લાગતું કે તમારી પાસે મર્દાના ઊર્જા છે અને હું આકર્ષિત નથી થતી તો સંબંધ અહીં જ પુરો થઈ જશે. છોકરાઓ ક્યારેય એવી અપેક્ષા ન રાખે કે તેમને પહેલી ડેટ પર ફિજિકલ રિલેશનની તક મળશે.
તેણી જણાવે છે કે, તમે ડિનર પર લઈ ગયા અને પેમેન્ટ કર્યુ તેનો મતલબ એવો નથી કે હું તમારી સાથે કોઈપણ પ્રકારની શારીરિક આત્મીયતા માટે હકદાર છું. જો તમે ચુંબન કર્યા પછી પણ સંતુષ્ટ નથી તો પછી આવજો. કૌર કહે છે કે આ નિયમોએ તેની ડેટિંગ લાઇફને 10 ગણી વધુ મજેદાર બનાવી છે.












Click it and Unblock the Notifications
