કરોડો રૂપિયા અને કમાલની ખૂબસૂરતી છત્તા પણ ખુશ નથી આ છોકરી, જાણો કેમ?
કહેવાય છે કે મહિલાઓ માટે ખૂબસૂરતી અને રૂપિયા હોય તો બીજી કોઈ વસ્તુની જરૂર રહેતી નથી. જો કે અમેરિકાની એક એન્ટરપ્રિનીયોર પાસે આ બન્ને વસ્તુ હોવા છત્તા ખુશ નથી. હાલમાં જ તેને કેટલાક એવા રાઝ ખોલ્યા છે, જેને લઈને તે ચર્ચામાં છે.
અમેરિકી એન્ટરપ્રિનીયોર જેસિકા શાહ તેની એક પોસ્ટને લઈને ચર્ચામાં છે. આ પોસ્ટમાં તેને કેટલીક એવી બાબતો જણાવી છે જેને લઈને તે ચર્ચાએ ચડી છે. જેસિકા એન્ટરપ્રિનીયોર છે અને કોલેજના દિવસોમાં જ કરોડપતિ બની ગઇ છે.

જેસિકાએ સ્કૂલમાં અભ્યાસ કરતાં જ પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેણે પોતાની ફિનટેક કંપની બનાવી અને રૂપિયા અને નામ બન્ને મેળવ્યા. થોડા જ દિવસોમાં આ કંપની અમેરિકાની ટોચની કંપનીઓ સાથે રેસમાં આવી ગઈ અને વિશ્વભરના મહત્વાકાંક્ષી સાહસિકો માટે પ્રેરણા બની હતી.
જેસિકાને વૈભવી જીવન પસંદ છે. આ પોસ્ટમાં તેણે પોતાના વિશે ખુલીને વાત કરી છે. જેસિકાએ જણાવ્યુ કે, તેણે ઘણી સેલિબ્રિટીઓને ડેટ કરી છે. પ્રખ્યાત મેગેઝીનના કવર પેજ પર પણ છવાઈ છે. ખાનગી જેટ અને લક્ઝરી કાર પણ ચલાવી છે. જેસિકા કહે છે કે દુનિયાને આ વાતો પરિકથા જેવી લાગે પરંતુ હકિકતમાં એવુ નથી.
જેસિકા જણાવે છે કે, જ્યારે હું કોલેજમાં બિઝનેસમેન સાથે જાઉ છુ તો વિદ્યાર્થીઓ કહે છે કે તે મારા જેવી લાઈફ ઈચ્છે છે. પરંતુ જે મિત્રો મારી સૌથી નજીક છે અને મને ઓળખે છે તે મારી લાઈફને ધિક્કારે છે. હું દર અઠવાડિયે લગભગ 60 કલાક કામ કરું છું.
જેસિકાએ આ પોસ્ટમાં સ્વીકાર કર્યો કે તે ટેલેન્ટ ડિસમોર્ફિયાનો શિકાર છે. તેને પ્રતિભાશાળી લોકોથી ઘેરાયેલું રહેવું ગમે છે. તેની પાસે ઘણું શીખવા જેવું હોય છે. હજુ પણ તે પોતાની જાતને સંઘર્ષ કરતા બિઝનેસમેન તરીકે જોવે છે.
જેસિકા અનુસાર, તેના બોયફ્રેન્ડે થોડા દિવસો પહેલા આત્મહત્યા કરી લીધી અને તેના કારણે તે ડિપ્રેશનમાં હતી. તે એટલી ડરી ગઈ છે કે હવે કોઈ બીજાને ડેટ કરવાનું વિચારતા પણ ડર લાગે છે. તેણીએ જણાવ્યુ કે, મને સફળ લોકો સાથે મારી સરખામણી કરવી ગમે છે. પરંતુ આ તમને મુશ્કેલી સિવાય કશું જ નહીં આપે.












Click it and Unblock the Notifications
