આ ઈન્સ્ટાગ્રામ સ્ટાર ડૉગના ફોલોઅર્સ, માર્ક ઝુકરબર્ગ કરતા વધુ છે

જિફપોમ, ઈન્સ્ટાગ્રામનો સ્ટાર ડૉગ છે, જેની પોપ્યુલારિટી અને કમાણી કેટલાય સેલિબ્રિટીઝ કરતા પણ વધુ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 9.2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

જિફપોમ, ઈન્સ્ટાગ્રામનો સ્ટાર ડૉગ છે, જેની પોપ્યુલારિટી અને કમાણી કેટલાય સેલિબ્રિટીઝ કરતા પણ વધુ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 9.2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તે પોતાની એક પોસ્ટથી 9.6 લાખ રૂપિયાની કમાણી કરે છે. જિફપોમની પોપ્યુલારિટીનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે તે પોતાની પોસ્ટમાં કેટલીક કંપનીની પ્રોડક્ટ્સને પણ પ્રમોટ કરે છે. અને તેના નામે કેટલાક રેકોર્ડ પણ છે. કેટલાક સેલેબ્સ પણ તેને ફોલો કરે છે. આ ઉપરાંત જિફપોમની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એરિયાના ગ્રાંડે, જચ ક્લેટન અને કેટલીક સેલિબ્રિટીઝ દેખાઈ ચૂકી છે.

કેટી પેરીના વિડિયોઝમાં દેખાઈ ચૂક્યો છે ડોગ

કેટી પેરીના વિડિયોઝમાં દેખાઈ ચૂક્યો છે ડોગ

જિફપોમ અમેરિકન સિંગર કેટી પૈરીએ 2014માં પોતાના વીડિયો 'ડાર્ક હોર્સ'માં સામેલ કર્યો હતો. બાળકો પણ તેના એવા ફેન્સ છે, કે જિફપોમના રમકડા બજારમાં વેચાય છે. જિફપોમ એટલો પોપ્યુલર છે કે તેને ઈન્સ્ટાગ્રામ પર સૌથી ફેવરિટ પેટ માટે નિકલોડિયનનો 'કિડ્ઝ ચોઈસ એવોર્ડ' પણ મળી ચૂક્યો છે.

ફિલ્મોમાં કરી ચૂક્યો છે કામ

જિફપોમ એક પ્રોજેક્ટના શૂટ માટે 12 લાખ ચાર્જ કરે છે. જિફપોમ કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે. તે અ નાઈટ ઈન કાઉ ટાઉન (2013), સેલેબ રિએક્ટ (2016), અને જેકર સાર્ટોરિયસઃ હિટ યા મિસ (2016)માં કામ કરી ચૂક્યો છે.

તેના નામે શરૂ થયો છે જિફ-ડે

અમેરિકામાં તેની એટલી પ્રસિદ્ધિ છે કે 2017થી તેના નામે જિફ ડે ઉજવાઈ રહ્યો છે. આ દિવસ તેની સફળતાને સમર્પિત કરાયો છે. બે પગ પર સૌથી ફાસ્ટ ચાલતા જાનવરનો રેકોર્ડ પણ જિફપોમના નામે છે.

માર્ક ઝુકરબર્ગે કર્યો હતો ઈન્વાઈટ

મે 2018માં ફેસબુકના કો ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે તેના ઈન્સ્ટાગ્રામ રોયલ્ટી ફિલ્ટરના લોન્ચિંગ ઈવેન્ટમાં બોલાવ્યો હતો. ફૅન ફોલોઈંગ મામલે તેણે માર્ક ઝુકરબર્ગ અને બિલ ગેટ્સને પણ પાછળ છોડી દીધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X