For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રહી દુનિયાની સૌથી મોંઘી સાઇકલ, કિંમત 3.77 કરોથી પણ વધુ

આ રહી દુનિયાની સૌથી મોંઘી સાઇકલ, કિંમત 3.77 કરોથી પણ વધુ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હાલના સમયમાં સાયકલનો ઉપયોગ બહુ ઘટી ગય છે. હવે લોકો કાર અને બાઈક ચલાવવા વધુ પસંદ કરે છે. આનાથી પર્યાવરણ અને પ્રદૂષણ તો વધે જ છે, સાથે જ લોકોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. લોકોને જાગરુક કરવા માટે દર વર્ષે ત્રણ જૂને વિશ્વ સાઇકલ દવસ મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2018માં કરી હતી. વિશ્વ સાઇકલ દવસ પર દુનિયા આખીમાં સાઇકલ રેસનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વખતે લૉકડાઉનને પગલે આવો કોઈ કાર્યક્રમ આયોજિત થઈ શક્યો નથી. ત્યારે ચાલો જાણીએ સાઇકલ વિશે કેટલીક રોચક વાતો...

દુનયાની સૌથી મોંઘી સાઇકલ

દુનયાની સૌથી મોંઘી સાઇકલ

દુનિયાની સૌથી મોંઘી સાઇકલની વાત કરીએ તો પહેલો નંબર ટ્રેક બટરફ્લાઈટ મૈડોનનો છે. જેની કિંમત 5 લાખ અમેરિકી ડૉલર છે. જો રૂપિયાના ચલણમાં જોઇએ તો તેની કિંમત 3 કરોડ 77 લખની આસપાસ થશે. આ સાઇકલ પર ડેમિયન હેયરસ્ટે ડિઝાઇન બનાવી છે. લાંસ આર્મસ્ટ્રોંગ ફાઉંડેશનને પોતાના માટે ફંડ એકઠું કરવાનું હતું, જે કારણે આટલી વધુ કિંમત પર સાઇકલની હરાજી થઈ હતી. જ્યારે બીજા નંબર પર ટ્રેક યોશિમોતા નારા છે. જેની કિંમત બે લાખ અમેરિકી ડૉલર એટલે કે 1.51 કરડ રૂપિયા છે.

સૌથી તેજ સાઇકલનો રેકોરડ

સૌથી તેજ સાઇકલનો રેકોરડ

સૌથી મોંઘી સાઇકલ બાદ જો સૌથી તેજ સાઇકલની વાત કરીએ તો બ્રિટેનના આર્કિટેક્ટ નીલ કેંપલે ઓગસ્ટ 2019માં સૌથી તેજ સાઇકલ ચલાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તે દરમિયાન તેમણે 280 કિમી પ્રતિ કલાકની ગતિએ સાઇકલ ચલાવી હતી. આટલી ગતિ હાસલ કરવા માટે તેમણે સાઇકલ મોડિફાઈ કરી હતી અને એક ખાસ પેંડલ લગાવ્યું હતું. તેજ ગતિવાળી સાઇકલ પર હવાનું દબાણ વધુ ના પડે તે માટે એક ાકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તેમની આજુબાજુમાં ચાલી રહી હતી. કેમ્પબેલ મુજબ તેમણે ટાયર નાના રાખ્યાં હતાં. આની સાથે જ રીમ અને બાકી કેટલાય પાર્ટ્સ મૉડિફાઈ કર્યા હતા, જેના પર 13 લાખ જેટલો ખર્ચો થયો હતો.

18મી સદીમાં સાઇકલનો અવિષ્કાર થયો

18મી સદીમાં સાઇકલનો અવિષ્કાર થયો

સાઇકલના ઉપયોગનો વિચાર 18મી સદીમાં યૂરોપીય દેશોમાં શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન 1816માં એક કારિગરે સાઇકલ ડિઝાઈન તૈયાર કરી નાખી. તે દરમિયાન તેને હૉબી હૉર્સ કે કાઠનો ઘોડો કહેતા હતા. જે બાદ 1865માં પેરિસમાં સાઇકલનું નવું મૉડલ આવ્યું, જેમાં પગથી ફેરવવાના પૈડાં લાગ્યાં હતાં. ધીરે-ધીરે તેની માંગ વધતી ગઈ. જે બાદ ઈંગ્લેન્ડ, ફ્રાંસ અને અમેરિકા જેવા દેશોએ આમાં કેટલાય સુધારા કરતા 1872માં લોખંડની સાઇકલ બનાવી જે ઘણી આરામદાયક હતી.

Cyclone Nisarga: મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અલર્ટ, તોફાનને કારણે 3 લોકોના મોતCyclone Nisarga: મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અલર્ટ, તોફાનને કારણે 3 લોકોના મોત

English summary
this is the costliest cycle in the world, it worth 3.77 crore rupee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X