આ છે વિશ્વની સૌથી મોંઘી માછલી, કિંમત જાણીને હોશ ઉડી જશે
શું તમે દુનિયાની સૌથી મોંઘી માછલી વિશે જાણો છો? જો નહીં, તો આજે અમે તમને આ માછલીનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. આ માછલીની કિંમત તમારા હોશ ઉડી જશે. જો કે, આ માછલી આટલી મોંઘી કેમ છે, તેનું કારણ પણ ખૂબ જ રસપ્રદ છે.
લંડન : શું તમે દુનિયાની સૌથી મોંઘી માછલી વિશે જાણો છો? જો નહીં, તો આજે અમે તમને આ માછલીનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. આ માછલીની કિંમત તમારા હોશ ઉડી જશે. જો કે, આ માછલી આટલી મોંઘી કેમ છે, તેનું કારણ પણ ખૂબ જ રસપ્રદ છે. આ માછલી યુકેના દરિયાકાંઠે જોવા મળે છે. માછલીને જોવા લોકો ઉમટી પડ્યા હતા.

વિશ્વની સૌથી મોંઘી માછલી કોર્નવોલના કિનારે જોવા મળી
વિશ્વની સૌથી મોંઘી માછલીઓનું એક ઝુંડ કોર્નવોલના કિનારે ફરતું જોવા મળ્યું હતું. વાસ્તવમાં એટલાન્ટિક બ્લુફિન ટુના માછલીને વિશ્વની સૌથી મોંઘી માછલી તરીકેઓળખવામાં આવે છે.
બજારમાં તેની કિંમત હજારો નહીં, પરંતુ લાખો પાઉન્ડમાં થાય છે, પરંતુ આ માછલીને પકડીને યુકેના બજારોમાં વેચવી એ સરળ કામ નથી. તેનુંકારણ એ છે કે, બ્રિટનમાં આ માછલીને પકડીને વેપાર કરવો સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.
વાસ્તવમાં આ માછલીને સંરક્ષિત પ્રજાતિની શ્રેણીમાં રાખવામાં આવી છે અનેઆ જ કારણ છે કે, બજારોમાં આ માછલીની કિંમત પણ ઉંચી છે.

માછલીઓને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા
આ માછલી જો ભૂલથી પકડાય જાય તો પણ તેને તરત જ પાણીમાં છોડી દેવામાં આવે છે.
37 વર્ષીય પીટર નેસન, સેન્ટ આઇવમાં નેશનલ કોસ્ટવોચ ઇન્સ્ટિટ્યુશનમાંસ્વયંસેવક તરીકે કાર્યરત હતા. તે સમયે તેમણે 23 ઓક્ટોબરના રોજ એક બાદ એક ટુનાને ડાઇવિંગ કરતી જોઇ હતી.
જે બાદ આ કિંમતી માછલીને જોવા લોકોની ભીડએકઠી થઇ ગઇ હતી.

આ માછલીનું વજન 250 કિલો સુધી હોઈ શકે છે
કોર્નવોલ લાઈવ અનુસાર કોર્નિશ પાણીમાં બ્લુફિન ટુના જોવા મળે તેવી આ પહેલી ઘટના નથી. આ વર્ષે ઓગસ્ટમાં પણ પોર્ટકાર્નો નજીક બ્લુફિન ટુના જોવા મળી હતી.
ટુનાની આ પ્રજાતિ વિશ્વની સૌથી મોટી પ્રજાતિ છે. આ ટોર્પિડો આકારની માછલીઓ ખૂબ જ ઝડપથી તરી શકે છે અને દરિયામાં લાંબું અંતર કાપે છે.
આ માછલીનું કદ3 મીટર સુધી હોઇ શકે છે અને તેનું વજન 250 કિલો સુધી હોઇ શકે છે.












Click it and Unblock the Notifications
