આ છે દુનિયાનું સૌથી મોંઘુ જીન્સ, કિંમત એટલી કે ગાડી-બંગ્લો બધુ આવી જાય
જીન્સ દુનિયાના મોટાભાગના દેશોમાં લોકોને ગમતો પોશાક છે. પુરૂષો અને મહિલાઓ પોતાની પસંદ અનુસાર જીન્સ પહેરે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાનું સૌથી મોંઘુ જીન્સ એટલુ મોંઘુ છે કે ગાડી-બંગ્લો આવી જાય.
હવે જીન્સ પુરુષો અને મહિલાઓ બંને પહેરે છે અને જીન્સનું ફેબ્રિક સામાન્ય કપડાં કરતાં મજબૂત હોય છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો આ ફેબ્રિકમાંથી બનેલા પેન્ટ પહેરવાનું પસંદ કરે છે.

જીન્સની કિંમતની વાત કરીએ તો બજારમાં સો રૂપિયાથી લાખ રૂપિયા સુધીના જીન્સ મળે છે. જો કે મોટા ભાગના લોકો કેટલાક હજાર સુધીની જીન્સ પહેરે છે. માત્ર થોડા જ લોકો તેનાથી વધુ મોંઘા જીન્સ ખરીદે છે.
આજે આપણે જે જીન્સની વાત કરી રહ્યા છીએ તેની કિંમત 5-10 લાખ નહીં પરંતુ 94 લાખ રૂપિયા છે. તમે વિચારતા હશો કે આ જીન્સ ગોલ્ડ પ્લેટેડ હશે પરંતુ એવું બિલકુલ નથી. આ જીન્સ સામાન્ય ફેબ્રિકમાંથી જ બને છે.
જ્યારે આ જીન્સમાં કોઈ કિંમતી વસ્તુ જડેલી નથી તો પછી આ જીન્સની આટલી કિંમત શા માટે? તો તમને જણાવી દઈએ કે, આ જીન્સ આટલા મોંઘા હોવા પાછળનું કારણ તેનું ખૂબ જ જૂના હોવુ છે.
આ જીન્સ 1857ના તોફાનમાં ડૂબી ગયેલા જહાજના ભંગારમાંથી મળી આવ્યું હોવાનું કહેવાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ જીન્સ આના કરતા ઘણા જૂના છે. ભલે આ જીન્સ 1857માં ડૂબેલા જહાજમાંથી મળી આવ્યા પરંતુ તે તેના કરતા લગભગ 16 વર્ષ જૂના છે.
જણાવી દઈએ કે, આ જીન્સ અમેરિકાની લેવી સ્ટ્રોસ કંપનીના છે. જો કે, સત્તાવાર રીતે આ કંપનીની પ્રથમ જીન્સ વર્ષ 1873 માં બનાવવામાં આવી હતી. આ જ કારણે નિષ્ણાતોનું કહેવું છે કે આ જીન્સ પ્રયોગ દરમિયાન બનાવવામાં આવ્યુ હોઈ શકે છે.












Click it and Unblock the Notifications
