આ છે દુનિયાની સૌથી આલિશાન જેલ, સુવિધાઓ સાંભળીને ફાઈવ સ્ટાર હોટલ ભુલી જશો
જેલનું નામ સાંભળતા જ સારા સારા લોકોનો પરસેવો છુટી જાય છે. જેલનો એક મતલબ યાતના પણ થાય છે. જો કે તમને કોઈ એવુ કહે છે જેલમાં પણ આલિશાન સુવિધાઓ હોય તો તમે વિશ્વાસ નહીં કરો, જો કે આ સત્ય છે.
દુનિયામાં એવી પણ જેલ છે કે જ્યાં લોકોની સજા મોજમાં બદલી જાય છે. આ જેલમાં જવાથી લોકોને યાતનાઓ નહીં પણ મોજ કરવાનો મોકો મળી જાય છે. આજે આપણે દુનિયાની આવી જ સુવિધાજનક જેલોની વાત કરવાના છીએ.ટ

બસ્ટોય જેલ
નોર્વેમાં આવેલી બેસ્ટોય આઇલેન્ડ પર બનેલી આ જેલ કેદીઓ મળતી સુવિધાઓ જાણીતી છે. અહેવાલો અનુસાર, આ જેલમાં બંધ 100 જેટલા કેદીઓને તમામ સુવિધાઓ મળે છે. ગુનેગારો માટે મનોરંજનના સાધનો પણ ઉપલબ્ધ છે. અહીં ટેનિસ, ઘોડેસવારી, માછીમારી અને સનબાથ જેવી સુવિધા મળે છે. અહીં સુરક્ષાકર્મીઓની સંખ્યા પણ ઓછી છે.
એચએમપી એડવેલ
એચએમપી એડવેલ જેલ લર્નિંગ જેલ તરીકે જાણીતી છે. આ જેલમાં બંધ કેદીઓને અઠવાડિયામાં 40 કલાક કોઈપણ તાલીમ અપાય છે. આની પાછળ આશા રખાય થે કે જેલમાંથી બહાર આવ્યા બાદ તેમને સારી નોકરી મળી શકે. આ વિશ્વની શ્રેષ્ઠ જેલોમાંની એક છે.
ઓટાગો કરેક્શન સુવિધા
એચએમપી એડવેલ જેલની જેમ જ ન્યુઝીલેન્ડની આ જેલમાં પણ કેદીઓને પગભર બનાવવાનો પ્રયાસ કરાય છે. અહીં કેદીઓને આરામદાયક રૂમ સહિત મનોરંજન માટેની ઘણી સુવિધાઓ અપાય છે. કેદીઓને તાલીમ આપીને બહાર મોકલાય છે. જેથી તેમને સારી નોકરી મળી શકે.
જસ્ટિસ સેન્ટર લોબેન
ઓસ્ટ્રિયાની આ જેલમાં દરેક કેદીઓને પર્શનલ રૂપમાં રહેવા મળે છે. આ સાથે તેમને ખાનગી બાથરૂમ પણ મળે છે. કેદીના રૂમમાં રસોડું અને ટીવી પણ હોય છે. અહીં કેદીઓને જિમ અને બાસ્કેટબોલ કોર્ટની સુવિધા પણ મળે છે.
આર્જુએઝ જેલ
સ્પેનની આ જેલ માનવતાને જીવાડી રહી છે. આ જેલમાં કેદીઓ તેમના પરિવાર સાથે પણ રહી શકે છે. જે કેદીઓને નાના બાળકો હોય તેમને આ સુવિધા આપવામાં આવે છે. જેથી કોઈ પણ કેદી તેના પરિવારથી વંચિત ન રહી શકે. આ જેલમાં બાળકો માટે પાર્કથી લઈને સ્કૂલ સુધીની સુવિધાઓ છે.












Click it and Unblock the Notifications
