ક્યાંક બિકીની તો ક્યાંક જમ્પશૂટમાં જોવા મળે છે એર હોસ્ટેસ, આ છે દુનિયાના અનોખા એર હોસ્ટેસ ડ્રેસ કોડ
દુનિયામાં વિવિધ દેશોમાં સંસ્કૃતિ અને પરંપરાઓ અનુસાર એરલાઈન તેના સ્ટાફ માટે ડ્રેસ કોડ પસંદ કરે છે. જો કે દુનિયામાં કેટલીક એરલાઈન વધારે પડતી વિચિત્ર છે. આ એરલાઈનની એર હોસ્ટેસના ડ્રેસ કોડ ચૌકાવનારા છે.

અહીં બિકીનીમાં એર હોસ્ટેસ જોવા મળે છે
વિયેતનામની ખાનગી એરલાઇનમાં એર હોસ્ટેસ બિકીની પહેરે છે. આ ખાનગી એરલાઇનનું નામ વિયેટ જેટ એરલાઇન્સ છે પરંતુ તે મીડિયા અને લોકોમાં બિકીની એરલાઇન્સ તરીકે પ્રખ્યાત છે. જો કે, આ એરલાઇનને ઘણી વખત વિવાદમાં પણ રહી છે. 2012માં પણ વિયેતનામ એવિએશન ઓથોરિટીએ કંપની પર 62 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો હતો.
જમ્પસૂટ સાથે હિજાબ
બ્રિટિશ એરવેઝ કર્મચારીઓના યુનિફોર્મ માટે બનાવવામાં આવેલા કડક નિયમો માટે જાણીતી છે. હવે તેમા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. બ્રિટિશ એરવેઝ એર હોસ્ટેસને હિજાબ પહેરવાની છૂટ આપે છે. નવા યુનિફોર્મમાં એર હોસ્ટેસને જમ્પસૂટ સાથે હિજાબ પહેરવાનો વિકલ્પ મળે છે.
અન્ડરગાર્મેન્ટ્સ પહેરવા સલાહ
પાકિસ્તાની એરલાઇન પીઆઇએમાં એર હોસ્ટેસને યુનિફોર્મ સાથે અન્ડરગાર્મેન્ટ પહેરવાની સૂચના આપવામાં આવે છે. અહેવાલો અનુસાર, આ મુદ્દે ચેકિંગ પણ કરાય છે. આવો વિચિત્ર નિયમ જનરલ મેનેજર અમીર બશીર દ્વારા મળેલી ફરિયાદો બાદ બનાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
