હિરા-મોતીથી ભરેલુ છે ભારતનું આ સરોવર, દેખાવ છત્તા પણ કોઈ હાથ નથી લગાવતુ, જાણો કેમ?

ભારતમાં ઘણી વિચિત્ર જગ્યાઓ આવેલી છે. આ જગ્યાઓના રહસ્ય આજ સુધી કોઈ ઉકેલી શક્યુ નથી. આવી જ એક જગ્યા હિમાલચ પ્રદેશમાં આવેલી છે. કહેવાય છે કે અહીં એક સરોવર સોના-ચાંદીથી ભરેલુ પડ્યુ છે.

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાની કમરુઘાટી પાસે આવેલા આ સરોવર વિશે કહેવાય છે કે તેમાં લાખો રૂપિયાનો ખજાનો પડ્યો છે. આ સરોવરમાં સોના-ચાંદી અને હીરા પણ છે. સૌથી ચૌકાવનારી બાબત એ છે કે આ આખો ખજાનો પાણીની ઉપરથી જોઈ શકાય છે તેમ છત્તા પણ કોઈ તેને બહાર કાઢવાની હિંમત કરતું નથી.

Kamarunagar Lake

આ રહસ્યમય કમરુનાગ સરોવરમાં રહેલો આ ખજાનો આવનારા શ્રદ્ધાળુઓએ ત્યાં ભેગો કર્યો છે. અહીં આવનારા લોકો માને છે કે જો કોઈ ઈચ્છા પૂરી કરવી હોય તો આ તળાવના કિનારે આવીને મનમાં એ વાત દોહરાવવી અને પછી સોના-ચાંદીના ઘરેણાં આ તળાવમાં પધરાવી દેવા પડે છે.

ઘણા લોકો આ સરોવરમાં સિક્કા અને નોટો પણ ફેંકે છે. આ તમામ વસ્તુઓ વર્ષોથી આ તળાવમાં પડી છે. આજે પણ જો તમે આ તળાવના કિનારે જશો તો આ આખો ખજાનો તમે નરી આંખે જ જોઈ શકશો.

આ તળાવની કહાની મહાભારતના સાથે જોડાયેલી છે. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે પહાડી રાજા રત્નાયક્ષ પણ મહાભારતના યુદ્ધમાં ભાગ લેવા માંગતા હતા. પરંતુ તેની એક શરત હતી કે તે હારનારની બાજુથી જ લડશે. તેમણે કહ્યું કે તે હારેલા પક્ષ તરફથી લડીને તેની શક્તિઓનો ઉપયોગ કરશે અને તે પક્ષને જીતાડશે.

જ્યારે ભગવાન કૃષ્ણને આ વાતની જાણ થઈ તો તે એક સામાન્ય ગોવાળનું રૂપ લઈને રત્નાયક્ષ તરફ ગયા. જ્યારે તે રત્નાયક્ષ પાસે પહોંચ્યા અને તેની શક્તિ જોઈ ત્યારે તેને ખાતરી થઈ ગઈ કે જો તે કૌરવો વતી લડશે તો પાંડવો માટે જીતવું મુશ્કેલ બનશે.

ભગવાન કૃષ્ણે તેનો ઉપાય કરતા રાજાને તેમની એક ઈચ્છા પૂરી કરવા કહ્યું. રાજા રત્નાયક્ષને લાગ્યું કે તે ગોવાળ છે તેની પાસે શું માંગશે. આ કારણે રત્નાયક્ષે હા પાડી. રાજા રત્નાયક્ષે હા પાડી કે તરત જ શ્રી કૃષ્ણએ રાજા રત્નાયક્ષને તેનું માથું માંગી લીધુ.

યુદ્ધ જીત્યા પછી પાંડવો અહીં આવ્યા અને તેમના સન્માનમાં તેઓએ અહીં રત્નાયક્ષની સ્થાપના કરી, જેના પછી તે બાડદેવ કમરુનાગ તરીકે ઓળખાવા લાગ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X