વિધવાઓના ગામના નામે ઓળખાય છે આ ગામ, એવુ તો શું છે કે મોટાભાગના પુરૂષોના મોત થઈ ગયા?
ભારતના ગામડાઓ તેની વૈવિધ્યતા અને પરંપરાઓને કારણે જાણીતા છે. જો કે આજે આપણે જે ગામની વાત કરી રહ્યા છીએ તે ગામ કમનસીબે વિધવાઓના ગામના નામે ઓળખાય છે. અહીંના મોટા ભાગના પુરૂષોના મોત થઈ ગયા છે.
રાજસ્થાનના બુંદી જિલ્લામાં આવેલુ બુધપુરા ગામમાં જાઓ તો તમને મહિલાઓ જ કામ કરતી જોવા મળે. અહીંના મોટાભાગના પુરૂષોના મોત થઈ જવાને કારણે બાળકો અને પરિવારની તમામ જવાબદારીઓ મહિલાઓ એકલા હાથે ઉપાડે છે. સ્થિતી એટલી ખરાબ છે કે મહિલાને પથ્થરો તોડવાના કામ કરવા પડે છે.

તમને સવાલ થતો હશે કે એવુ તો શું છે આ ગામમાં કે ત્યાંની મહિલાઓને વિધવા થવા મજબુર થવુ પડે છે? અહેવાલો અનુસાર, આ ગામમાં કામ કરતા પુરુષોના મોત માટે ત્યાંની ખાણો જવાબદાર છે. અહીં ખાણોમાં કામ કરતા પુરુષોને સિલિકોસિસ નામની જીવલેણ બીમારી થાય છે અને સમયસર યોગ્ય સારવારના અભાવે મોટી સંખ્યામાં દર્દીઓ મૃત્યુ પામે છે.
અહીં સ્થિતી કેટલી ભયાનક છે એ વાતનો અંદાજ એ વાત કરથી આવે કે પતિના મોત બાદ પણ તેમની વિધવાઓએ બાળકોને ઉછેરવા માટે ખાણોમાં કામ કરવા માટે મજબૂર થવુ પડે છે. બુધપુરામાં મોટાભાગના લોકો સેન્ડસ્ટોન કોતરવાનું કામ કરે છે.
આ કામ એટલુ ઘાતક છે કે તેમાંથી નીકળતી સિલિકા ડસ્ટ તેમના ફેફસામાં ઇન્ફેક્શનનું કારણ બને છે અને સમયસર યોગ્ય સારવાર ન મળતા શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને તેમને જીવલેણ રોગો થાય છે. આ ગામમાં ડઝનબંધ મહિલાઓ એવી છે જેમણે ખાણોમાં કામ કરતી વખતે પોતાના પતિ ગુમાવ્યા છે.












Click it and Unblock the Notifications
