ગર્લફ્રેન્ડ બનાવવાની ટ્રેનિંગ આપીને લાખો કમાય છે આ મહિલા, એક કલાકના વસૂલે છે અધધ આટલા રૂપિયા

તમે લોકોને લાઈફની ઘણી સમસ્યાઓના સમાધાન માટે વિવિધ પ્રકારના લોકો પાસેથી કાઉન્સલિંંગ લેતા લોકો જોયા હશે. આ લોકો રૂપિયા ચુકવીને સલાહ લે છે. આજે આપણે આવી જ એક મહિલા વિશે વાત કરવાના છીએ. આ મહિલા યુવાનોને ગર્લફ્રેન્ડ કેમ બનાવવી તેની સલાહ આપીને લાખો કમાઈ રહી છે.

ઘણા યુવાનોને એ સમસ્યા રહે છે કે ગર્લફ્રેન્ડ બનવા માટે છોકરીને કેવી રીતે પ્રપોઝ કરવુ કે કેવી રીતે મનાવવી? આવી સમસ્યાઓમાં આ યુવતી યુવાનોની મદદ કરે છે અને તેમને ગર્લફ્રેન્ડ બનાવવા માટે માર્ગદર્શન આપે છે.

Keziah Noble

આપણે જે મહિલા વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ કેઝિયા નોબલ છે અને તે એકબ્રિટિશ મોડલ છે અને છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે કોચિંગ આપે છે. આ યુવતી તેના કોચિંગમાં જણાવે છે કે છોકરીઓને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી અને છોકરાઓએ એવુ તો શું કરવું જોઈએ જેથી છોકરી તેમના પ્રેમમાં પડે. આ મોડેલ તેના કોચિંગ માટે પ્રતિ કલાક 30 હજાર રૂપિયા લે છે.

કેઝિયા નોબલ ડેટિંગ અને અટ્રેક્શન પર ક્લાસ લે છે. કેઝિયાએ 15 વર્ષની ઉંમરે તેની શાળા છોડી દીધી હતી. તેણીને તેનુ કામ ખૂબ પસંદ છે. સૌથી મહત્વની વાત એ છે કે તે આમાંથી ઘણી કમાણી કરે છે.

કેઝિયા જણાવે છે કે, 2006માં કેઝિયા લંડનના એક બારમાં બેઠી હતી તે દરમિયાન તેને આ કોચિંગનો વિચાર આવ્યો. ત્યારે તેની ઉંમર 25 વર્ષની હતી. આ સમયે તેની પાસે એક વ્યક્તિ આવ્યો અને પૂછ્યું કે શું તે સિંગલ છોકરાઓને ચેટ કરવા માટે ફીડબેક આપી શકે છે?

આ વ્યક્તિ બુટકેમ્પનો ભાગ હતો. બુટકેમ્પમાં છોકરાઓને છોકરીઓ અને મહિલાઓ સાથે વાત કરવાની તાલીમ આપવામાં આવી હતી. આ દરમિયાન કેઝિયાને ખબર પડી કે પર્સનલ ડેવલપમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓની અછત છે. આ પછી કેઝિયાએ પોતાનો આ અનોખો બિઝનેસ શરૂ કર્યો.

કેઝિયા એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. અહીં તે છોકરાઓને જણાવે છે કે છોકરીઓ સાથે વાત કરવામાં તે કઈ ભૂલો કરે છે. તેની યુટ્યુબ ચેનલ પર 4 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. તેણે 25 લોકોને નોકરી પણ આપી છે. આ લોકો ડેટિંગ વર્કશોપનું આયોજન કરે છે.

જણાવી દઈએ કે, અત્યારસુધી કેઝિયાએ આ અનોખા બિઝનેસથી 10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે એક કલાકની કોચિંગ માટે 30 હજાર રૂપિયા લે છે. કોરોના મહામારી દરમિયાન તેણે પોતાનો કોર્સ ઓનલાઈન કર્યો હતો. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે કેઝિયા પોતે છૂટાછેડા લીધેલ છે અને તેને 6 વર્ષનો પુત્ર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X