આ મહિલાને તેનો પતિ બીજી મહિલાઓ સાથે ફરે તેનાથી કોઈ વાંધો નથી, પોતાની મસ્તીમાં મસ્ત રહે છે
હવે દુનિયા આગળ વધી ગઈ છે અને લોકો રિલેશનશીપમાં પણ એડવેન્ચર શોધી રહ્યા છે. આવા એડવેન્ચર ઘણી વખત એવા પરિણામ આપે છે જે ઘરને ઉઝાડી દે છે. હાલમા આવી જ એક કહાની સામે આવી છે.
અહેવાલો અનુસાર, એક મહિલા તેના પતિ સાથે સુખી જીવન જીવી રહી હતી. આ દરમિયાન રિલેશનમાં સ્પાર્ક લાવવા તેના પતિએ તેની પત્નીને તેના સિવાયની અન્ય મહિલાઓને રિલેશનમાં સામેલ કરવા માટે કહ્યું. પહેલા તો આ મહિલાએ ના પાડી પણ પછી તૈયાર થઈ ગઈ. તેની આ ભુલે તેની જીંદગી બદલી નાંખી છે.

સામાન્ય મહિલાઓ પોતાના પતિને કોઈ સાથે શેર કરવા તૈયાર નથી હોતી ત્યારે આ મહિલાએ તેના પતિને છૂટો દોર આપ્યો છે. આ કપલને બે પુત્રીઓ છે અને તેમના જન્મથી જ પતિ અન્ય મહિલાઓ સાથે સંબંધ બાંધવા માટે પત્ની પાસે પરવાનગી માંગતો હતો.
પતિની જીદ બાદ આખરે પત્નીએ તેને બીજી પત્ની શોધવાનું કહ્યું અને આનાથી તેનું જીવન બદલાઈ ગયું. પતિ બીજી સ્ત્રીઓમાં વ્યસ્ત રહેવા લાગ્યો અને પત્નીને એકલા રહેવાનું ગમવા લાગ્યું. તે તેની દીકરીઓ સાથે ફરે છે અને આરામથી લાઈફનો આનંદ લે છે.
ચૌકાવનારી બાબત એ છે કે, તેનો પતિ ઓછો સમમ ઘરમાં રહે છે અને તેનાથી મહિલા પર કોઈ દબાણ નથી હોતુ. પતિ ઘરની આર્થિક જવાબદારી લે છે અને પત્ની બાળકો સાથે શાંતિપૂર્ણ જીવન જીવે છે. તે કહે છે કે પતિ-પત્ની તરીકેનો તેમનો સંબંધ લગભગ ખતમ થઈ રહ્યો છે પરંતુ તે તેનાથી મળેલી ખુશીનો આનંદ માણી રહી છે અને તેને સુધારવા નથી માંગતી.












Click it and Unblock the Notifications
