5 વખત મરીને સ્વર્ગમાંથી પાછી ફરી છે આ મહિલા, દાવો સાંભળીને વિચારતા રહી જશો
સામાન્ય રીતે કોઈપણ માણસ મરીને ક્યારેય જીવતો થઈ શકતો નથી. જો કે એક મહિલાએ દાવો કર્યો છે કે તે 5 વખત મરીને સ્વર્ગમાંથી પાછી ફરી છે. આ મહિલાનો ચૌકાવનારા દાવા પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની શકે છે.
નામ કબાલગુની રીના નામની આ મહિલાએ યુટ્યુબ પર પોતાની સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરી સાથે તે મહિલા દાવો કરી રહી છે કે તે કુલ 5 વખત મૃત્યુ પામી છે અને દરેક વખતે તે સ્વર્ગમાં પહોંચ્યા બાદ પરત આવી છે.

આ મહિલાનો દાવો છે કે, તે ભગવાનની ભલાઈની સાક્ષી આપવા હજુ પણ પૃથ્વી પર છે. તે દર વખતે યાદ કરે છે કે તે કેવી રીતે મરી ગઈ અને તે કેવી રીતે પાછી આવી. રીનાએ દાવો કર્યો કે ગુસ્સે થયેલી એક ગાય દ્વારા તેનું પહેલુ મોત થયુ હતુ. ગાય તેના પેટ પર ચઢી ગઈ હતી અને શિંગડાથી ઈજાના કારણે તેના શ્વાસ બંધ થઈ ગય.
દાવા અનુસાર, તેના શ્વાસ પાછા ન આવ્યા સુધી તેણે એક અનોખું દૃશ્ય જોયું. આ સિવાય તે દફનાવવા જતા સમયે મોતથી પાછી ફરી હોવાનો પણ દાવો કર્યો છે. એકવાર તે બાથરૂમમાં લપસી જવાને કારણે મૃત્યુ પામી હતી જ્યારે ત્રીજી વખત તે કાર અકસ્માતમાં મૃત્યુ પામીને પાછી આવી. આ અકસ્માતમાં તેના સિવાય બધાના મોત થયા હતા.
રીનાના દાવા અનુસાર, તેણે આવી જગ્યાઓ પહેલાં ક્યારેય જોઈ નથી. અહીં દૂરથી લોકોના રડવાનો અવાજ સંભળાતો હતો.
રીનાનો દાવો છે કે જ્યાં સુધી ભગવાન પાસે જવાનો સમય ન આવે ત્યાં સુધી તમે ત્યાં જઈ શકતા નથી. તે પોતાના અજીબોગરીબ દાવાઓને લઈને ચર્ચામા છે. જો કે કેટલાક લોકો તેના દાવા પર વિશ્વાસ નથી કરી રહ્યા અને ખોટા ગણાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
