પતિ સાથે ડિવોર્સ લઈને હવે સસરાના જુડવા બાળકોની માં બનવા જઈ રહી છે આ મહિલા, જાણો પુરી ઘટના
તમે ઘણા લોકોને છુટાછેડા લઈને બીજા લગ્ન કરતા કે રિલેશનશીપમાં રહેતા જોયા હશે. જો કે તમે ક્યારેય એવુ નહીં જોયુ હોય કે એક મહિલા તેના પતિ સાથે ડિવોર્સ લઈને સસરા સાથે રહેલા લાગે. આવી જ એક ઘટના હકિકતમાં સામે આવી છે.
ધ સનના એક અહેવાલ અનુસાર, વેલ્સના પોન્ટીપ્રિડ શહેરમાં રહેતી સ્ટેફની ફુલર નામની આ 22 વર્ષની મહિલા તેના સસરા સાથે રિલેશનશીપમાં છે અને જુડવા બાળકોને જન્મ આપવા જઈ રહી છે.

અહેવાલો અનુસાર, સ્ટેફની ફુલરના તેના પતિ સાથે ડિવોર્સ થઈ ગયા છે અને બન્ને અલગ રહે છે. સ્ટેફનીના પતિ ડેકલન ફુલરને ખબર પડી કે તેની પત્ની તેના પિતાના બાળકોની માતા બનવા જઈ રહી છે તો તેને ગુસ્સે ભરાયો. જો કે સ્ટેફનીએ તેને કહ્યું કે, તે બંને એકબીજાને પ્રેમ કરે છે અને તેના સસરા સાથે હવે જેટલી ખુશ છે.
પુર્વ પતિ ડેક્લન સાથે સ્ટેફનીએ ડિવોર્સ લીધા છે અને અલગ રહે છે. એક દિવસ બેબી મોનિટર એપ દ્વારા વેબકેમથી તેની પુર્વ પત્ની અને તેના પિતાને બેડરૂમમાં જોવે છે. ડેક્લન આ ઘટના બાદ ગુસ્સે છે અને તેને તેના પિતાને ફસાવવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ સ્ટેફની આ રિલેશનને ખુલ્લેઆમ એન્જોય કરી રહી છે.
સ્ટેફની અનુસાર, મારા અને મારા પતિ વચ્ચે વિવાદ હતા અને મારા સસરા ડેરેન આ બધું જોતા હતા. પછી ધીરે ધીરે ડેરેનને મારી ચિંતા થવા લાગી અને મને તે ગમ્યું. આ રીતે અમારી વચ્ચે લાગણી વધી. છૂટાછેડા સુધીમાં ડેક્લાન અને હું સંપૂર્ણપણે પ્રેમથી દૂર હતા. આ પછી ડેરેન, હું અને મારા બાળક સાથે રહેવા લાગ્યા.
સ્ટેફનીએ આગળ જણાવ્યુ કે, એક દિવસ મેં ડેરેન સમક્ષ મારો પ્રેમ વ્યક્ત કર્યો અને તેને કહ્યું કે હું તને પ્રેમ કરું છું. મારી અને ડેરેનની ઉંમરમાં 22 વર્ષનો તફાવત છે. જો કે તેનાથી મને કોઈ સમસ્યા નથી. જ્યારથી અમે સાથે છીએ ત્યારથી અમારી વચ્ચે એક વખત પણ ઝઘડો થયો નથી. હવે હું ડેરેનના જોડિયા બાળકોની માતા બનવા જઈ રહી છું.












Click it and Unblock the Notifications
