For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીં છે સ્વર્ગનો દરવાજો, 999 સીડીઓ, 5 હજાર ફૂટ ઉંચાઈ, વાદળો વચ્ચે છૂપાયેલી છે ગુફા

દુનિયાભરમાં એવા અનેક રહસ્યો છે જેના વિશે કોઈ જાણતુ નથી. આવો જાણીએ સ્વર્ગનુ રહસ્ય...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દુનિયાભરમાં એવા અનેક રહસ્યો છે જેના વિશે કોઈ જાણતુ નથી. જ્યારે તે અચાનક સામે આવે છે ત્યારે વ્યક્તિ તેનો ઇતિહાસ શોધવાનુ શરૂ કરે છે. આવુ જ કંઈક ચીનમાં જોવા મળ્યુ. ગયા વર્ષે ચીનના ગુઆંગ્શી, લેઈ કાઉન્ટીમાં એક સિંકહોલ મળી આવ્યો હતો. તે એટલુ ઊંડુ છે કે જાણે આખી દુનિયા તેમાં સમાઈ ગઈ હોય. લોકો આ વિશાળ ખાડાને 'સ્વર્ગનો ખાડો' કહેવા લાગ્યા.

'સ્વર્ગનો રસ્તો'

'સ્વર્ગનો રસ્તો'

લોકોએ આની સુંદરતા અને ઊંડાઈને જોઈને તેને સ્વર્ગનો ખાડો અથવા રસ્તો કહેવા લાગ્યા પરંતુ આ કોઈ પહેલી પ્રકૃતિ સંરચના નથી જેને ચીનના લોકોએ આ ખાસ નામ આપ્યુ છે. ચીનમાં 5000 ફૂટની ઉંચાઈ પર આવી એક ગુફા છે જેને દુનિયાભરમાં 'ગેટ ઑફ હેવન્સ' તરીકે ઓળખવામાં આવે છે.

ચીનમાં છે સ્વર્ગનો રસ્તો

ચીનમાં છે સ્વર્ગનો રસ્તો

ચીનમાં આવેલ તિયાનમેન પર્વત વિશ્વની સૌથી ઊંચી ગુફા છે. આ ગુફા 5000 ફૂટની ઉંચાઈ પર છે. આ ગુફાને સ્વર્ગનો દરવાજો પણ કહેવામાં આવે છે. ત્યાંના લોકોનું કહેવુ છે કે આ ગુફા 253 ઈ.સ.માં પહાડનો અમુક ભાગ તૂટવાને કારણે બની હતી. આ ગુફાની લંબાઈ 196 ફૂટ, ઊંચાઈ 431 ફૂટ અને પહોળાઈ 187 ફૂટ છે.

999 સીડીઓ

999 સીડીઓ

આ ગુફા કુદરતી રીતે તૈયાર થઈ છે. આ ગુફા સુધી પહોંચવા માટે 999 પગથિયાં ચઢવા પડે છે. વાદળોથી ઘેરાયેલી આ ગુફાઓ ખૂબ જ સુંદર છે. વાદળોની વચ્ચે ડોકિયુ કરતી આ ગુફા પ્રકૃતિનો શ્રેષ્ઠ નમૂનો છે જેના કારણે લોકો તેને સ્વર્ગનો દરવાજો કહેવા લાગ્યા. પહેલા અહીં એક ધોધ પણ હતો જે માત્ર 152 મિનિટ માટે જ દેખાતો હતો અને અચાનક ગાયબ થઈ જતો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આ ધોધનુ પાણી પહેલા 1500 ફૂટની ઉંચાઈથી નીચે પડતુ હતુ પરંતુ હવે આ ધોધ ગાયબ થઈ ગયો છે.

ખજાનાથી ભરેલી છે આ ગુફા

ખજાનાથી ભરેલી છે આ ગુફા

વળી, લોકો કહે છે કે સ્વર્ગના દરવાજા પરની ગુફા ખજાનાથી ભરેલી છે. આ ખજાનાની શોધ ઘણી વખત કરવામાં આવી પરંતુ દરેક વખતે નિષ્ફળતા મળી છે અને આજ સુધી કોઈ આ ખજાના સુધી પહોંચી શક્યુ નથી. આ ગુફા સુધી પહોંચવા માટે કેબલ વે અને રસ્તો છે. અહીં પહોંચવા માટે 24459 ફૂટનો કેબલ વે બનાવવામાં આવ્યો છે. આ એકમાત્ર રસ્તો વિશ્વના સૌથી મોટા કેબલ વે તરીકે ઓળખાય છે. તેનુ નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલુ છે.

English summary
Tianmen Mountain in China Known as Gate of Heavens with 999 stairs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X