Time Traveller: 14 ઓગસ્ટે આવશે ઈતિહાસનુ સૌથી હિંસક તોફાન, જશે ઘણા જીવ, 2090થી પાછા આવનાર વ્યક્તિનો દાવો
એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તે વર્ષ 2090થી પાછો ફર્યો છે. આ સાથે તેણે 14 ઓગસ્ટે ભયાનક તબાહીની આગાહી પણ કરી છે.
નવી દિલ્લીઃ વર્તમાન વિજ્ઞાનના યુગમાં વૈજ્ઞાનિકોએ મોટી શોધો કરી છે. એલિયન્સથી લઈને 'ટાઈમ ટ્રાવેલ' સુધી દુનિયાભરના વૈજ્ઞાનિકોના મત અલગ-અલગ છે. ટાઈમ ટ્રાવેલર્સ પર કેટલાક માને છે કે આ સિદ્ધાંત સાચો છે, જ્યારે કેટલાકના મતે તે ક્યારેય શક્ય નહિ બને. આ બધાની વચ્ચે હવે એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તે વર્ષ 2090થી પાછો ફર્યો છે. આ સાથે તેણે 14 ઓગસ્ટે ભયાનક તબાહીની આગાહી પણ કરી છે.

68 વર્ષ આગળ જઈને પાછો આવ્યો વ્યક્તિ
બૉલિવુડથી લઈને હૉલુવુડ સુધી 'ટાઈમ ટ્રાવેલ' પર ઘણી ફિલ્મો બની છે. 'ટાઈમ ટ્રાવેલ' એટલે ભવિષ્યમાં કે ભૂતકાળમાં પાછા જવુ અને પાછા આવવુ અને તે સમયગાળામાં શું થયુ કે શું થવાનુ છે તેની માહિતી આપવી. હવે આવો જ દાવો એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં તેણે દાવો કર્યો છે કે તે આજથી 68 વર્ષ આગળ ગયા પછી પાછા ફર્યા છે.

2090થી પાછા આવવાનો વ્યક્તિનો દાવો
આ વ્યક્તિએ દાવો કર્યો છે કે તે વર્ષ 2090થી પાછો ફર્યો છે અને તેણે આ અઠવાડિયે બનેલી એક ભયાનક ઘટના પણ જોઈ છે. જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડશે. મળતી માહિતી મુજબ ફેસબુક પર કિમ વિન્ડેલ નોકોસ નામના વ્યક્તિનુ અકાઉન્ટ બનાવવામાં આવ્યુ છે. જેમાં તેણે દાવો કર્યો છે કે તે વર્તમાન સમયની આગળની મુસાફરી કરી ચૂક્યો છે.

14 ઓગસ્ટે આવશે દુનિયાની સૌથી હિંસક તોફાન
જેમાં તેણે કહ્યુ કે તે 2090થી પાછો આવ્યો છે અને તેણે દાવો કર્યો છે કે 14 ઓગસ્ટ 2022 રવિવારના રોજ ઇતિહાસનુ સૌથી હિંસક તોફાન આવશે. જેમાં ઘણા લોકો માર્યા જશે. તેની પોસ્ટમાં વ્યક્તિએ દાવો કર્યો હતો કે રવિવારે યુનાઇટેડ સ્ટેટ્સમાં ત્રાટકનાર તોફાન યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ કિનારે "ઘણા લોકોના જીવ" લેશે. તેણે કહ્યુ કે દક્ષિણ કેરોલિનાને આનાથી સૌથી વધુ નુકસાન થશે.

250 કિમી/કલાકની ઝડપે ફૂંકાશે પવન
સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું, 'હું દરેકને ચેતવણી આપુ છુ કે હું 2090માં ટાઈમ ટ્રાવેલર છુ. ઈતિહાસનુ સૌથી ખરાબ તોફાન 14 ઓગસ્ટ, 2022ના રોજ સાઉથ કેરોલિનામાં ત્રાટકશે. 250 કિમી/કલાકથી વધુની ઝડપે પવન સાથે વાવાઝોડુ અબજોનુ નુકસાન કરશે. ઘણા લોકોના જીવન છીનવી લેશે. દરેક સુરક્ષિત રહે.'

6 હરિકેન સાઉથ કેરોલિનામાં આવશે
આ વ્યક્તિએ આગાહી કરી હતી કે દક્ષિણ કેરોલિનામાં 6 વાવાઝોડા આવશે જે ભારે વિનાશ સર્જશે. સોશિયલ મીડિયા પર આ ટાઈમ ટ્રાવેલરના દાવા પછી જ્યાં કેટલાક લોકો ગભરાટમાં છે તો કેટલાક તેને માત્ર અફવા ગણાવી રહ્યા છે. તેને ટાઈમ ટ્રાવેલ નામના ગ્રુપ પર 30 હજારથી વધુ સભ્યો સાથે શેર કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
