Trending News : આ મહિલા કરે છે અજીબ કામ, લગ્નમાં ભાડે રહીને કમાય છે લાખો રૂપિયા
Trending News : લગ્નનો દિવસ દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે. લગ્નની તૈયારીઓમાં લોકો પોતાના જીવનભરની કમાણી લગાવી દેતા હોય છે. ભારતીય સમાજમાં લગ્નને સૌથી મહત્વનો સંસ્કાર માનવામાં આવે છે, જેમાં બે પરિવારનું મિલન થાય છે. લગ્ન દરેક વ્યક્તિ માટે હંમેશા ખાસ હોય છે. કારણ કે, તે લગભગ એક જ વાર થાય છે.
લગ્નની તૈયારીમાં બેન્ડ-બાજા, ભોજન સંમારોહ અને ડીજેનું બુકિંગ એક મહિના અગાઉથી શરૂ થઈ જાય છે, અને આ દિવસની રાહ માત્ર વર-કન્યા જ નહીં, પરંતુ તેમના મિત્રો અને પરિવાર પણ જોતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, દુલ્હનની ફ્રેન્ડ માટે લગ્નનું બુકિંગ. સાંભળવામાં અજીબ લાગશે, પરંતુ આજકાલ આ બિઝનેસની ખૂબ જ ચર્ચા છે, જ્યાં દુલ્હન તેના લગ્નના દિવસે ફ્રેન્ડ બુક કરે છે.

ઉલ્લેખનીય છે કે, ધ સન વેબસાઈટના રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્કમાં રહેતી જેન ગ્લાન્ટ્ઝ બ્રાઈડમેઈડ તરીકે કામ કરે છે, અને તે તેને પોતાનો બિઝનેસ કહે છે.
તેણે પોતાના બિઝનેસની સફળતા પાછળ ત્રણ કારણો આપ્યા છે. પહેલું કારણ એ છે કે, ઘણીવાર એવું જોવા મળે છે કે દુલ્હનના મિત્રો ખૂબ જ નાટકીય હોય છે, બીજું એ છે કે, ઘણી દુલ્હન એવી હોય છે, જેમના મિત્રો નથી હોતા અને ત્રીજું એ છે કે, ઘણી વાર લગ્ન એવા સમયે થાય છે, જ્યારે મિત્રો આસપાસ હાજર ન હોય.
જેનને તેના કામ માટે 80 હજારથી વધુ રૂપિયા મળે છે. આ સાથે મહેમાનોના પૂરા આદર અને ખાવા-પીવાનું પણ મળે છે. પોતાના આ કામ વિશે જેન કહે છે કે, તે આ કામ માત્ર લગ્નની રાત્રે જ કરે છે, ત્યાર બાદ તે દુલ્હન અને તેના પરિવાર સાથે ડીલ કરી શકતી નથી. હવે તેને મજબૂરી કહો કે, પ્રોફેશનલ પણ તે તેના કામનો એક ભાગ છે.
મીડિયા સાથે વાત કરતા જેને કહ્યું કે, હું દુલ્હન સાથે રહું છું. કારણ કે, હું તેને તે સ્થિતિમાંથી બહાર કાઢી શકું. લગ્નના તણાવને કારણે તેને એકલી છોડી શકાતી નથી, પરંતુ ઘણી વખત લોકો મને વિચિત્ર કારણોસર નોકરી પર રાખે છે. એક દુલ્હનની જેમ મને નોકરીએ રાખી કારણ કે તેનો સાચી સહેલી તેના મંગેતર સાથે ફ્લર્ટ કરતી હતી અને તે તેની હાજરી ઇચ્છતી ન હતી.












Click it and Unblock the Notifications
