• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું આ રહસ્યોની યથાર્થતા મોર્ડન સાયન્સ ઉકેલી શકશે?

|

તમારી જોડે તેવું ધણીવાર બન્યું છે કે તમે સોશ્યલ મીડિયા સાઇટ પર કેટલાક અજીબો ગરીબ ફોટો જોયા હોય અને તમને તેવું લાગે કે આ ફોટોમાં જે બતાવ્યું છે શું તે ખરેખરમાં તેવું હશે. ધણીવાર આપણે તેને ફોટોશોપની કમાલ સમજીને ભૂલી પણ જતા હોઇએ છીએ. પણ વાત એમ છે કે ધણીવાર ખરેખરમાં જ કેટલાક રહસ્યો આવા જ કેટલાક ફોટો રજૂ કરતા હોય છે.

વળી આપણા વિજ્ઞાનને હાલ ધણી પ્રગતિ કરે છે પણ તેમ છતાં તેવી ધણી હકીકતો છો જેને સમજવી આપણા આ આધુનિક વિજ્ઞાનના બસની વાત પણ નથી. ત્યારે આવા જ કેટલાક રહસ્યો અને તેના અત્યાર સુધીમાં બહાર પડેલા તથ્યો વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

ફાલ્કન લેકનો કિસ્સો

ફાલ્કન લેકનો કિસ્સો

મે 20, 1967માં સ્ટીફન મિશેલક નામના વ્યક્તિએ કેનેડાના મનીટોબાના ફાલ્કન લેક પાસે ઉડતી રકાબી જોઇ હોવાનો દાવો કર્યો છે. તેણે કહ્યું કે તેને એક ઉડતી વસ્તુ જોઇ છે જેના દરવાજા ખુલ્લા હતા અને તે દરવાજામાંથી રોશની દેખાતી હતી. તે વસ્તુ જ્યારે ઉડી ત્યારે તેના ગેસના લીધી સ્ટેફનનું શર્ટ બળી ગયું હતું અને તેના શરીર પર યુનિક રીતના બળવાના માર્ક હતા.

ધ બ્લેક નાઇટ સેટેલાઇટ

ધ બ્લેક નાઇટ સેટેલાઇટ

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૃથ્વીની આસપાસ એક કાળો પદાર્થ 13,000 વર્ષની પરિભ્રમણ કરી રહ્યા છે. તે આટલા ઉપર કેવી રીતે પહોંચ્યો તે એક રહસ્ય છે. નોંધનીય છે કે માનવસર્જિત સેટેલાઇટની ટેકનોલોજી ખાલી 60 વર્ષ જૂની જ છે તો આ બ્લેક નાઇટ સેટેલાઇટ ના નામે ઓળખાતી આ વસ્તુ શું છે તે વૈજ્ઞાનિકોને સમજાતી નથી.

અજીબ વાનર

અજીબ વાનર

અનેક લોકોએ એક તેવા વાંદરાને જોવાની વાત કરી છે વાંદરા જેવો દેખાય છે અને ગંધ મારતા નોળિયાની જેમ ગંધાય છે. આ પ્રાણીને ફ્લોરિડાના એવરગ્લેડમાં સૌથી વધુ વાર જોવામાં આવ્યો છે.

એસ્ટ્રોનોટ

એસ્ટ્રોનોટ

આ ફોટો ખૂબ જ ચર્ચાસ્પદ ફોટો છે. જેને જીમ ટેમ્પલેટોને પાડ્યો છે. આ ફોટો વિષે કહેવાય છે કે પાછળ દેખાતો એસ્ટ્રોનોટ જ્યારે આ ફોટો પાડ્યો ત્યારે નહતો. વળી આ ફોટો પર જે રિસર્ચ કરવામાં આવ્યા તે મુજબ પણ તે ફેક ફોટો નથી. ત્યારે ફોટોમાં દેખાતો આ એસ્ટ્રોનોટ કોણ છે અને ક્યાંથી ફોટામાં આવ્યો તે એક મિસ્ટ્રી છે.

ગોસ્ટ ફોટો

ગોસ્ટ ફોટો

ધ કૂપર ફ્રોમ ટેક્સનો દાવો છે કે તેમણે આ ફોટોમાં ભૂતને કેદ કર્યું છે. પણ 2013માં આ ફોટોની આધુનિક તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ ફોટો સાચો નથી.

પાણીમાં તરતો નાગ

પાણીમાં તરતો નાગ

રોબર્ટ લે સેર્રેક અને તેમની પત્નીએ ડિસેમ્બર 1924માં આ ફોટો લીધો હતો જેમાં પાણીમાં એક વિશાળકાય કાળો નાગ તરતો હોય તેવું દેખાય છે. આ ફોટો ક્વીનઆઇલેન્ડ પાસે આવેલા હૂક ટાપુમાં લેવામાં આવ્યો હતો. ત્યારે ફોટોમાં દેખાતી આ વસ્તુને લઇને આજે પણ અનેક અટકળો લગાવવામાં આવે છે.

મોર્ડન મેન

મોર્ડન મેન

આ ફોટો 1941માં લેવામાં આવ્યો હતો. કેનેડાના સાઉથ ફોર્ક બ્રીઝ પાસે ઉભેલા આ લાલ સકર્લ વાળો માણસ અને તેના કપડા અને સ્ટાઇલ તે સમયના લોકો અને સ્ટાઇલ કરતા એકદમ ભિન્ન છે. ત્યારે આ મોર્ડન મેન આ ફોટોમાં શું કરી રહ્યો છે તે પણ એક ચર્ચાનો વિષય છે.

English summary
Sometimes, when we come across certain pictures or a piece of news about mysteries, it makes one wonder if that mystery could get solved at some given point.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more