Valentine Day Tips : પહેલી ડેટને યાદગાર બનાવવી છે તો અપનાવો આ ટિપ્સ, પાર્ટનર જિંદગીભર નહીં ભુલે
જો તમે કોઈને પહેલી વખત મળો છો ત્યારે તમારી ડ્રેસિંગ સેન્સ પર ખાસ ધ્યાન આપો. આઉટફિટ તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે.
ફેબ્રુઆરી મહિનો આવતા જ યુવા હૈયાઓ વેલેન્ટાઈન ડે ની આતુરતાથી રાહ જોતા હોય છે. યુવાનો પોતાના પ્યારને ઈમ્પ્રેસ કરવા માટે પ્રયાસો કરવા લાગી જાય છે. વેલેન્ટાઈન ડેને ખાસ બનાવવા માટે કપલ દિવસો પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દે છે. ઘણા કપલ વેલેન્ટાઇન ડે પર પહેલીવાર એકબીજાને મળે છે. જો તમે પણ આ વેલેન્ટાઈન ડે પર પહેલીવાર કોઈને મળી રહ્યા છો તો આ ટિપ્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આ ટિપ્સની મદદથી તમે પહેલી ડેટને શાનદાર બનાવી શકો છો.

ગિફ્ટ આપો
જો તમે તમારી ડેટને પહેલી વખત વેલેન્ટાઈન ડે પર મળો છો તો તેને પહેલી મુલાકાતમાં ગિફ્ટ ચોક્કર આપો. ગિફ્ટ અથવા બુકેથી તમે તમારી પહેલી મુલાકાતને યાદગાર બનાવી શકો છે. ફુલ સંબંધોને મહેકાવે છે.

આઉટફિટ
જો તમે કોઈને પહેલી વખત મળો છો ત્યારે તમારી ડ્રેસિંગ સેન્સ પર ખાસ ધ્યાન આપો. આઉટફિટ તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. વેલેન્ટાઈન ડે ના દિવસે છોકરીઓ રેડ આઉટફિટ કેરી રહી શકે છે. આ સિવાય બ્લેક આઉટફિટ પર યોગ્ય છે. આ સિવાય છોકરાઓ જીન્સ અને ટી-શર્ટમાં ડેસિંગ લાગે છે. આ આઉટફિટ પર જેકેટ ચાર ચાંદ લગાવી દેશે.

વધારે મેકઅપ ન કરો
પહેલી મુલાકાતમાં તમે જેવા છો તેવા જ સામે આવો. પહેલી ડેટમાં તમારે વધારે દેખાડા કરવાની જરૂર નથી. જરૂર કરતા વધારે મેકઅપ તમારી નેગેટીવ ઈમ્પ્રેશન પાડે છે. શક્ય હોય ત્યાં સુધી લાઈટ મેકઅપમાં જ પહેલી ડેટ પર જાઓ.

પાર્ટનરની પસંદનું ધ્યાન રાખો
પડેલી ડેટ પર તમારા પાર્ટનરની પસંદગીનું ખાસ ધ્યાન રાખો. તેને ગમતું ફુડ જ ઓર્ડર કરો. તમે તમારા પાર્ટનર સાથે આ મુદ્દે વાતચીત કરીને બન્નેની પસંદનું ઓર્ડર કરી શકો છો. આમ કરવાથી પાર્ટનરને ગમશે.

પરફ્યૂમ યુઝ કરો
ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય રીતે વાતાવરણ ઠંડુ કે ગરમ હોતું નથી. આ સમયે તમારે પહેલી ડેટમાં પરફ્યુમનો ઉપયોગ કરવો જોઈએ. વેલ ગ્રૂમ્ડ છોકરાઓ અને ડ્રેસ્ડ છોકરીઓ બધાને પંસદ આવે છે.

કોમ્પ્લીમેન્ટ
પહેલી ડેટમાં કોમ્પ્લીમેન્ટનું ખાસ મહત્વ છે. છોકરાઓ ઘણીવાર છોકરીઓની પ્રશંસા કરે છે. બીજી તરફ જો કોઈ છોકરી કોઈ છોકરાના વખાણ કરે છે તો છોકરાઓને તે ગમે છે. આ સ્થિતિમાં તમારે તમારા પાર્ટનરને કોમ્પ્લીમેન્ટ ચોક્કસ આપો.

આલ્કોહોલથી દુર રહો
પહેલી ડેટ કમ્ફર્ટેબલ હોવી જોઈએ અને ડેટ દરમિયાન એવી જગ્યા પસંદ ન કરવી જોઈએ જે તમારી ઈમ્પ્રેશન બગાડે. પહેલી મીટિંગમાં તમારા પાર્ટનરને આલ્કોહોલ ન આપો, તેનાથી ઈમેજ બગડી શકે છે.












Click it and Unblock the Notifications
