Video : અડધી રાતે પ્રેમિકાને મળવા પહોંચ્યો અને ઘરવાળાને શંકા થઈ, પછી જે થયુ….જુઓ વીડિયો
કહેવાય છે કે પ્રેમી પાગલ હોય છે અને તે પોતાના પ્રિય વ્યક્તિ માટે કોઈપણ હદ વટાલી દેતા હોય છે. હાલમાં એક પ્રેમીએ પણ આવુ જ કર્યુ. જો કે પછી જે થયુ તે જોવા જેવુ છે.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડના ઘરે તેને મળવા પહોંચ્યો તે પછીની ધમાલ જોવા મળી રહી છે.

આ યુવક છુપાઈને યુવતીને મળવા પહોંચ્યો પરંતુ છોકરીના પરિવારને આ વાતની ખબર પડી ગઈ. ત્યારપછી જે થયું તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલો આ વીડિયો રાજસ્થાનનો છે. પ્રેમીની હાજરીને લઈને પરિવારના સભ્યોને અવાજ સંભળાતા તેમને લાગ્યું કે ઘરમાં ચોર ઘૂસ્યો છે. આ પછી તેમણે આખા ઘરમાં શોધખોળ શરૂ કરી.
આ પછી તેમણે જોયું કે કોઈ એરકુલરમાં ઘૂસ્યુ છે. પરિવારના સભ્યોએ વિચાર્યું કે કોઈ ચોર ઘૂસ્યો હશે અને ભાગવાના પ્રયાસમાં તે કુલરમાં છુપાયો છે. આમ તે રંગે હાથ ઝડપાઈ ગયો.
#viralvideo of a boy came to meet girlfriend at night and her family caught him inside cooler in Rajasthan. pic.twitter.com/K0sWP3jtdq
— Umairi Bano (@BanoUmairi) November 4, 2023
આ પછી તેણે કબૂલ્યું કે તે તેની ગર્લફ્રેન્ડને મળવા આવ્યો હતો. આ પછી પરિવારજનોએ કપલનો ક્લાસ લીધો. ક્લિપમાં એક મહિલાને પૂછતી સાંભળી શકાય છે કે આવું ગંદું કામ કરતાં શરમ કેમ ન આવી?
આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી નથી. પરંતુ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો ઘટના પર હસી રહ્યા છે. ઘણાને આશ્ચર્ય થાય છે કે આખરે વ્યક્તિ કુલરમાં કેવી રીતે પ્રવેશ્યો.












Click it and Unblock the Notifications
