Video : કપલના રોમેન્ટિક ફોટોશૂટ વચ્ચે ખુંખાર છાપની એન્ટ્રી, જુઓ વીડિયો
લગ્ન પહેલા કપલ પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે અવનવી થીમ રાખતા હોય છે. હાલ સોશિયલ મીડિયા પર આવા જ એક કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કપલ તળાવમાં પાણી વચ્ચે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવી રહ્યું છે. ફોટોશૂટ દરમિયાન કંઈક એવું થાય છે કે જોનારા ડરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક કપલ પોતાના લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવી રહ્યું છે. રાત્રિનો સમય છે અને એક યુવક અને એક યુવતી તળાવમાં પાણી વચ્ચે છે.
કેમેરામેન પોતાનો કેમેરા ગોઠવી રહ્યો છે. યુવક અને યુવતી બાજુમાં ઊભેલી વ્યક્તિ પાણીમાં ડ્રાય નાઇટ્રોજન રેડી રહી છે. જેથી પાણીને વધુ દેખાડી શકાય. આ દરમિયાન યુવકનો મિત્ર તેના ફોનથી વીડિયો બનાવી રહ્યો છે.
આ દરમિયાન એક સાપ પાણીમાં તરતો જોવા મળે છે. યુવકનો મિત્ર કહે છે કે અહીં સાપ છે એ સાંભળીને પણ તે ગભરાયો નથી અને યુવતી સાથે એમ જ ઊભો રહે છે. સાપ આવીને યુવતીના શરીરને અડકે છે અને તેની ઉપરથી પસાર થાય છે.
યુવક અને યુવતી બંને ખૂબ જ આરામથી બેસે છે અને સાપને જોઈને બંનેમાંથી કોઈ ગભરાતા નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોને લઈને લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, વિશ્વનું શાનદાર કપલ. હવે વીડિયો આગની જેમ ફેલાઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
