Video: પાકિસ્તાન એરપોર્ટ પર આ વ્યક્તિની હરકત જોઈને તમે હસી પડશો
આજકાલ સોશ્યિલ મીડિયા પર એક વીડિયો ખુબ જ તેજીથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પાકિસ્તાન એરપોર્ટનો કહેવામાં આવી રહ્યો છે. આ વીડિયો એરપોર્ટ સીસીટીવી ફૂટેઝમાં રેકોર્ડ થયો છે. જેમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે એક વ્યક્તિ બેગ સાથે પોતાની જાતને સ્કેન મશીનમાં નાખી દે છે.
લાઈવ લિકે આ વીડિયોને યુટ્યુબ પર શેર કર્યો છે. ત્યારપછી લોકો તેને સોશ્યિલ મીડિયા પર ઝડપથી શેર કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર તે વ્યક્તિ પહેલી વખત વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો.

એરપોર્ટ પર જયારે તેને પોતાનો સામાન ચેક કરાવવા માટે સામાન સ્કેન મશીનમાં નાખવાનું કહ્યું ત્યારે તેને સમજમાં ના આવ્યું કે શુ કરવું. થોડા સમય વિચાર્યા પછી તેને સામાન સાથે પોતાની જાતને જ સ્કેન મશીનમાં નાખી દીધો.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે સુરક્ષામાં હાજર લોકો એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. પરંતુ જેવું તેઓ તે વ્યક્તિને સ્કેન મશીનમાંથી બહાર આવતા જોઈને તેઓ પોતાનું માથું પકડી લે છે. આસપાસ હાજર લોકો તે વ્યક્તિને નાદાની જોઈને હસવા માટે મજબુર થઇ જાય છે. તો તમે પણ જુઓ આ વીડિયો....












Click it and Unblock the Notifications
