Video : કાશ્મીરની ગલીઓમાં બાઈક પર ધમાલ કરતી યુવતીને પોલીસે પાઠ ભણાવ્યો, જાણો શું છે પુરી ઘટના?
છેલ્લા કેટલાક સમયથી દેશના યુવાનો અને યુવતીઓના ચાલુ વાહને સ્ટંટ કરતા એક પછી વીડિયો સામે આવી રહ્યા છે. હવે આ ભુત કાશ્મીર સુધી પહોંચ્યુ છે અને એક કાશ્મીરી યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
હાલ સોશિયલ મીડિયા પર એક કાશ્મીરી યુવતીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી બાઈક પર સ્ટંટ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે.

આ વીડિયોમાં યુવતી ફિલ્મ રાવનના એક સોંગ પર સ્ટંટ કરતી જોઈ શકાય છે. વીડિયોમાં યુવતી સ્ટંટ સાથે વિક્ટ્રીની સાઈન બતાવી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસની નજરે ચડ્યો હતો. હવે પોલીસે કાર્યવાહી કરતા યુવતીનું બાઈક જપ્ત કરી લીધુ છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આ પ્રકારના વીડિયો સામે આવ્યા હોય તેવી આ પહેલી ઘટના નથી. હાલમાં જ આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કેટલાક કિસ્સાઓમાં પોલીસે કાર્યવાહી કરી હતી.
હાલમાં જ આવા એક વીડિયોમાં બે યુવતીઓ બાઈક પર ધમાલ કરતી જોવા મળી હતી. આ યુવતીઓ ચાલુ બાઈકે લીપ લોક કરતી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો હતો. વીડિયો પોલીસને ધ્યાને ચડતા પોલીસે કાર્યવાહી કરી હતી.
Is Law only for boys? @SSPTFCSGR @KashmirPolice @RTOKashmir young girl on bike perform staunts. pic.twitter.com/YnPMoilVkB
— Peerzada Waseem (@Waseemjourno) August 3, 2023
અહીં તમને જણાવી દઈએ કે, આવા યુવત-યુવતીઓ સ્ટંટ કરતા પુરપાટ ઝડપે બાઈક અને કાર ચલાવીને લોકોના જીવ લે છે. હાલમાં જ અમદાવાદમાં તથ્ય પટેલ નામના હત્યારાએ 10 લોકોના જીવ લીધા હતા.












Click it and Unblock the Notifications
