Video: આ મહિલાના વાળમાંથી નહીં આંખમાંથી નીકળી 20 જૂઓ!!
નવી દિલ્હી, 30 જુલાઇ: શું આપે ક્યારેય કોઇને આંખોમાંથી જૂઓ નીકાળતા જોયા છે, આપમાંથી મોટા ભાગના લોકોનો જવાબ હશે નહીં, પરંતુ આ અજબ-ગજબ ઘટના ઘટી છે ચીનના શાનડોંગમાં. જ્યાં ઝાંગ નામની મહિલાની આંખોની અંદર જૂઓએ પોતાનું ઘર બનાવી લીધું છે.
ડેલી મેલ અનુસાર 20 જુલાઇના રોજ ઝાંગને પોતાની આંખોની અંદર ખંજવાળ અને બળતરા થવા લાગી, ધીરે ધીરે તેની આંખો સૂઝી ગઇ અને, તેણે ઘબરાઇને પોતાના દિકરાને તેની આંખ ચેક કરવા કહ્યું, તેના દિકરાએ કહ્યું કે તેની આંખોમાં કંઇ ફરી રહ્યું છે.

આ જૂઓ સફેદ રંગની હતી જે હંમેશા લોકોને પ્રાણીઓ પાસેથી લાગે છે જ્યારે તેઓ પ્રાણીઓને સાફ કર્યા વગર જ તેમની સાથે રમે છે અથવા સુવે છે. હાલમાં ઝાંગ બિલકૂલ ઠીક છે પરંતુ તેની આ ઘટના દેશ-દુનિયામાં ફેલાઇ ગઇ છે.
જુઓ વીડિયો...












Click it and Unblock the Notifications
