For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાની જ કોર્ટના હત્યાના આરોપીના પ્રેમમાં પડી મહિલા જજ, જેલની અંદર Kiss કરતો Video લીક

આર્જેન્ટીનાની એક જજની કરતૂત હાલમાં આખી દુનિયામાં વારયરલ થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

આર્જેન્ટીનાની એક જજની કરતૂત હાલમાં આખી દુનિયામાં વારયરલ થઈ રહી છે. જે મહિલા જજ પર એક પોલિસકર્મીની હત્યાના આરોપીને સજા આપવાની જવાબદારી હતી એ મહિલા જજે કેદી સાથે એવી હરકત કરી જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં આર્જેન્ટીનામાં પોલિસકર્મીની હત્યાના દોષી સાથે જેલની અંદરથી મહિલા જજના એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારબાદ તેમની નોકરી પર તલવાર લટકી રહી છે. જાણો શું છે સમગ્ર મામલો...

જેલની અંદર કેદીને જજને કર્યુ Kiss

જેલની અંદર કેદીને જજને કર્યુ Kiss

જજ સામે ભલ-ભલા આરોપીના હાથ-પગ ઠંડા પડી જાય છે પરંત આર્જેન્ટીનાથી સામે આવેલા સમાચારે સહુને ચોંકાવી દીધા છે. ડેઈલી મેલના રિપોર્ટ મુજબ આર્જેન્ટીનાના દક્ષિણ પ્રાંતના જજ મારિયલ સુઆરેજને જેલની અંદર પોલિસકર્મીની હત્યાના એક આરોપીને કિસ કરતા જોવામાં આવ્યા છે. આ આખી ઘટના જેલની અંદર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ જેના લીક થયા બાદ આ ઘટનાક્રમ પરથી પડદો ઉઠ્યો.

જેલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ઘટના

જેલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ઘટના

રિપોર્ટ મુજબ જજ મારિયલ સુઆરેજને આર્જેન્ટીના ટ્રેલેવ શહેરમાં એક જેલની અંદર ક્રિશ્ચિયન માઈ બસ્ટોસ નામના કેદીને કિસ કરતા પકડવામાં આવ્યા છે. ઘટના 29 ડિસેમ્બરની બપોરની જણાવવામાં આવી રહી છે. જેલમાં જજ મર્ડર કેસમાં દોષી ગણાયેલ કેદીને મળવા ગઈ હતી. જજ અને કેદીના વિવાદાસ્પદ પળ ત્યાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગયા જેમાં મહિલા જજને દોષી હત્યારા તરફ કિસ કરવા માટે ઝૂકતા સ્પષ્ટ જોઈ શકાય છે.

બસ્ટોસને ખૂબ જ ખતરનાક કેદી ગણાવાયો

બસ્ટોસને ખૂબ જ ખતરનાક કેદી ગણાવાયો

તમને જણાવી દઈએ કે કેદી બસ્ટોસને વર્ષ 2009માં પોલિસ અધિકારી લિએંડ્રો રૉબર્ટ્સને ગોળી મારવા માટે આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. કેદી પોતે પણ વ્યવસાયે એક પોલિસકર્મી હતો જેણે પોતાના સાથીને ગોળી માળીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેલમાં ભાગવા માટે હત્યારાને પકડવાના પ્રયાસ બાદ પોલિસકર્મીની હત્યા માટે બસ્ટોસને 'ખૂબ જ ખતરનાક કેદી' ગણાવવામાં આવ્યો હતો.

કેદીની સજા ઘટાડવા માટે જજે આપ્યો હતો વોટ

કેદીની સજા ઘટાડવા માટે જજે આપ્યો હતો વોટ

અહીં નોંધનીય વાત એ છે કે એક સપ્તાહ પહેલા જ જજ સુઆરેજ જજોની એક પેનલમાં બેઠી હતી જેમાં એ નક્કી કરવાનુ હતુ કે શું આરોપી બસ્ટોસને પોલિસકર્મીની હત્યાના કેસમાં આજીવન જેમાં રાખવો જોઈએ કે નહિ? જજોની પેનલમાં સુઆરેજ એકલી એવી જજ હતી જેણે બસ્ટોસને આજીવન જેલની સજા આપવાના વિરોધમાં પોતાનો વોટ આપ્યો હતો. જો કે પેનલમાં બેઠેલા બાકીના જજોએ તેને આજીવન કેદ આપવાના પક્ષમાં મત આપ્યો જેનાથી મહિલા જજના મતનો ફરક પડ્યો નહિ. હત્યારાને ગયા સપ્તાહે આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.

જજ સામે હાઈ લેવનલ તપાસ બેઠી

જજ સામે હાઈ લેવનલ તપાસ બેઠી

આરોપી પહેલેથી જ પોતાના સાવકા દીકરાને મારી-મારીને હત્યા કરવા મામલે વૉન્ટેડ હતો. કસ્ટડીમાં લેવાના પ્રયાસ દરમિયાન પોલિસ અધિકારીઓ સાથે અથડામણમાં શૂટરના ભાઈનુ પણ મોત થઈ ગયુ હતુ. વળી, હવે આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર લીક થયા તો હોબાળો મચી ગયો. કેદી સાથે કિસ કરવાના વિવાદોમાં ઘેરાયેલી મહિલા જજ મારિયલ સુઆરેજ સામે હવે હાઈ લેવલની તપાસ બેસી ગઈ છે. સુપીરિયલ કોર્ટ ઑફ જસ્ટીસે પુષ્ટિ કરી છે કે તે અયોગ્ય વ્યવહાર માટે જજ સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરી રહ્યા છે.

English summary
Video: Woman judge Mariel Suarez kissing prisoner in Argentine prison goes viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X