Video: સબ-વેના ફ્રીઝરમાં 8 કલાક બંધ રહી મહિલા
દુનિયામાં ક્યારેક ક્યારેક માણસો એવા કામ કરી નાખે છે, જેને સાંભળીને માણસાઇ પરથી વિશ્વાસ ઉઠી જાય. આવી જ એક અમાનવીય ઘટના ઇગ્લેન્ડમાં એક સબ-વે મહિલા કર્મચારી સાથે બની હોવાની વાત પ્રકાશમાં આવી રહી છે.
20 વર્ષીય Karlee Daubeney પાછલા લાંબા સમયથી સબ-વેમાં કામ કરતી હતી. પરંતુ એક રાત્રે સ્ટોર બંધ થતા પહેલા આ મહિલા સબ-વેના ફ્રીઝરમાં બંધ થઇ ગઇ હતી. હાડથીજવતી ઠંડીમાં ફ્રીઝરની અંદર બંધ કાર્લીએ બહાર નીકળવા માટે ઘણી મહેનત કરી હતી. તેણે મદદ માંગવાના હેતુથી ઘણી વખત ટમેટાના સોસ વડે હેલ્પ શબ્દ પણ લખ્યો. પરંતુ અફસોસ કે કોઇએ પણ કાર્લીની મદદ ના કરી.

સબ-વેના ફ્રીઝરમાં 8 કલાક મહિલા બંધ રહી
8 કલાક સબ-વેના ફ્રીઝરમાં બંધ રહેનારી મહિલાને ફ્રીઝમાં બંધ રહેવાના જીવલેણ દર્દથી ત્યારે છુટકારો મળ્યો કે જ્યારે સવારે સબ-વેનો સ્ટોર ખુલ્યો. પરંતુ તેનાથી પણ ભયાનક દર્દનાક વાત તો એ હતી કે જ્યારે કાર્લીની આવી હાલતથી જાણકાર તેની માલિકે કાર્લીના હાલચાલ પૂછવાની જગ્યાએ કહ્યું કે શું તમે નાઇટ શીફ્ટ કરી શકશો.
માલિકે કર્યો અમાનવીય વ્યવહાર
આ વાતથી કાર્લી એકદમ તૂટી ગઇ હતી. વાત એટલી હદે પહોંચી ગઇ છેકે દરવાજો બંધ થવાના અવાજથી પણ કાર્લી હવે ડરે છે. ઘણાં દિવસોથી પરેશાનીનો અનુભવ કરી રહેલી કાર્લીએ હવે સબ-વે સ્ટોર અને તેના માલિક પર કેસ કરવાનો નિર્ણય લઇ લીધો છે.












Click it and Unblock the Notifications
