Video: આઈસક્રીમ પાર્લરમાં માસ્ક વિના પહોંચી યુવતી, દુકાનદારે ટોકી તો ટીશર્ટ કાઢીને બનાવી લીધુ માસ્ક
એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતીને જ્યારે માસ્ક ન હોવાના કારણે આઈસક્રીમ પાર્લરમાં એન્ટ્રી નથી મળતી.
નવી દિલ્લીઃ કોરોનાના વધતા કેસો દરમિયાન કોવિડ નિયમોનુ કડકાઈથી પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. લોકોને માસ્ક પહેરવા માટે કહેવામાં આવી રહ્યુ છે. માસ્ક વિના લોકોને દુકાનમાં એન્ટ્રી આપવામાં નથી આવી રહી. એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતીને જ્યારે માસ્ક ન હોવાના કારણે આઈસક્રીમ પાર્લરમાં એન્ટ્રી નથી મળતી તે બધાની સામે પોતાના કપડા કાઢી દીધા અને પોતાનુ ટીશર્ટ ઉતારીને તેનુ માસ્ક બનાવી દીધુ.

કોવિડ નિયમોનુ પાલન કરવા માટે ઉતાર્યા કપડા
ધ સનના રિપોર્ટ મુજબ ઘટના આર્જેન્ટીનાની છે. આર્જેન્ટીનાના મેંડોજા શહેરમાં આ ઘટના એક આઈસક્રીમ પાર્લરમાં રેકૉર્ડ થઈ જ્યાં એક મહિલા માસ્ક વિના પહોંચી ગઈ. દુકાનદારે તેને અંદર જવાથી રોકી તો મહિલા નારાજ થઈ ગઈ. દુકાનદારે સ્પષ્ટ કહી દીધુ કે તે માસ્ક વિના પાર્લરમાં નહિ જઈ શકે. નારાજ મહિલાએ આજુબાજુ કંઈ પણ જોયા વિના બધા સામે કપડા કાઢી નાખ્યા. મહિલાએ પોતાનુ ટીશર્ટ કાઢ્યુ અને તેનુ માસ્ક બનાવવા લાગી.
આ જોઈને ત્યાં ઉભેલા લોકો ચોંકી ગયા. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેદ થઈ ગઈ અને હવે આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મહિલા ત્યાં જાહેરમાં પોતાના કપડા કાઢી રહી છે. પાર્લરમાં ઉભેલા લોકો અને બાળકો આ બધુ જોઈને ચોંકી ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે મહિલાએ એ પણ ન જોયુ કે આઈસક્રીમ પાર્લરમાં નાના બાળકો પણ છે. મહિલાએ કોવિડ નિયમોનુ પાલન કરવાની દીવાનગીમાં શરમ અને સાર્વજનિક જગ્યાનુ ધ્યાન ન રાખ્યુ. મહિલા બધા સામે આરામથી પોતાના કપડા કાઢીને ડ્રેસને ફેસ માસ્કની જેમ ઉપયોગ કરવા લાગી. અમુક લોકો આ વીડિયો જોઈને મહિલાની પ્રશંસા કરી રહ્યા છે જ્યારે ઘણા લોકો આને ખોટુ ગણાવી રહ્યા છે.
Shocking moment woman strips down to her underwear and uses dress as a face mask to buy ice cream pic.twitter.com/w6KTqg1aJj
— The Sun (@TheSun) January 4, 2022
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
