Viral Love Story: બસમાં યુવકના ખભા પર માથુ રાખી સુઇ ગઇ યુવતી, અને પછી...
Viral Love Story: પ્રેમ ક્યારે, કેવી રીતે અને કોની સાથે થઇ જાય, તેની ખબર કોઇને હોતી નથી. પ્રેમ કોઇપણ વ્યક્તિ સાથે કોઇપણ ઉંમરે થઇ જાય છે. પ્રેમ પાંગરતા ઘણીવાર સમય લાગે છે, તો ઘણાને પહેલી નજરમાં જ પ્રેમ થઇ જાય છે. જે કારણે ઘણા લોકો માને છે કે, જોડીઓ ઉપરવાળો બનાવે છે.
આવામાં ઘણીવાર એવી અજબગજબ લવ સ્ટોરી સામે આવે છે, જેને સાંભળી લોકો ચોંકી જાય છે. આજે આપણે એવી જ એક લવ સ્ટોરી વિશે જાણીશું. જે વાંચી તમને એક ગીત યાદ આવી જશે, જેનું નામ છે, તેરા મુજસે પહેલે કા નાતા કોઇ....

હાલમાં આવા એક કપલની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે સંપૂર્ણ રીતે ફિલ્મી છે. એકબીજાના પ્રેમમાં પાગલ બનેલા બે લોકો પહેલીવાર બસમાં મળ્યા હતા.
આ પહેલા તેઓનો એકબીજા સાથે કોઈ સંબંધ ન હતો. બસની ટૂંકી મુસાફરી દરમિયાન કંઈક એવું બન્યું કે, બંનેના દિલ એકબીજા માટે ધડકવા લાગ્યા હતા. જ્યારે તેમણે પોતાની સ્ટોરી ઓનલાઈન પોસ્ટ કરી, તો લોકોએ તેને ખૂબ પસંદ કરી હતી.
એક નાની Viral Love Story - મિરરના રિપોર્ટ અનુસાર, 5 જુલાઈના રોજ એડી હુઆરકાયા બસમાં મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે તેની નજર કેટાલિના પર પડી હતી. થોડા સમય પછી, કેટાલિનાની બાજુની સીટ ખાલી થઈ અને એડી ત્યાં જઈને બેઠો. જોકે બંને વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી, જ્યારે કેટાલિના સૂઈ ગઈ, ત્યારે તે એડીના ખભા પર માથું રાખીને સૂઈ ગઈ હતી.
આ સમય દરમિયાન, એડીએ ન તો તેને જગાડી અને ન તો તેની ઊંઘમાં ખલેલ પહોંચાડી, પરંતુ શાંતિથી તેની સાથે સેલ્ફી લીધી હતી. આગલી વખતે જ્યારે તેઓ પ્રવાસમાં ફરી મળ્યા, ત્યારે એડીએ તે ફોટો કેટાલિનાને બતાવ્યો હતો. અહીં વાતચીત વધી અને બંનેએ એકબીજાના નંબરની આપ-લે કરી હતી.












Click it and Unblock the Notifications
