Viral News : બ્રામાં છુપાવ્યા 5 સાપ, આ રીતે એરપોર્ટ પર ઝડપાઇ ગઇ મહિલા

Viral News: ચીનમાં એક મહિલાએ ફ્લાઇટની ટિકિટ બૂક કરાવી અને બોર્ડિંગ માટે એરપોર્ટ પહોંચી હતી. તેના લગેજને ચેકિંગ માટે મૂક્યુ અને પોતે સિક્યોરિટી ચેકિંગની લાઇનમાં ઉભી રહી ગઇ. જે બાદ જે થયું તે જાણી એરપોર્ટ સ્ટાફના હોશ ઉડી ગયા હતા.

તેના શરીરની બનાવટ ખૂબ જ વિચિત્ર લાગતું હતું. સુરક્ષાકર્મીઓએ મેટલ ડિટેક્ટરથી તપાસ કરી, પરંતુ કંઈ મળ્યું નહીં. આ પછી તેને એક રૂમમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેના કપડા કાઢી નાખવામાં આવ્યા, ત્યારે ખબર પડી હતી કે, મહિલા પાંચ જીવતા સાપની દાણચોરી કરવા જઇ રહી હતી.

snakes

ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ ઘટના શેનઝેનની છે. ત્યાં એક મહિલા એરપોર્ટ પર પહોંચી હતી. તે સાપની દાણચોરી કરે છે. આ ઘટનાની તપાસ દરમિયાન તેની પાસેથી 5 સાપ મળી આવ્યા હતા, જે તેણે પોતાની બ્રામાં છુપાવ્યા હતા. તેને જોઈને સુરક્ષાકર્મીઓ ચોંકી ગયા હતા.

આ કેસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલાના શરીરનો આકાર વિચિત્ર લાગતો હતો. જેના કારણે મહિલા સુરક્ષાકર્મીઓએ તેને તેના કપડા ઉતારવા મજબૂર કર્યા હતા. તેની બ્રામાં પાંચ જીવતા સાપ હતા, જેને જપ્ત કરવામાં આવ્યા હતા.

ચીનના અધિકારીઓએ મહિલાનું નામ જાહેર કર્યું નથી, પરંતુ તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. તે પણ જાણી શકાયું નથી કે, સાપ ઝેરી હતા કે બિનઝેરી. આ ઘટનાને કારણે લાંબા સમય સુધી એરપોર્ટ પર અરાજકતા જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, ફ્લાઇટ દ્વારા સાપની દાણચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. થોડા સમય પહેલા ચેન્નાઈ એરપોર્ટ પર પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. ત્યાં સુરક્ષા અધિકારીઓને એક બેગ મળી, જ્યારે તેમણે તેને ખોલી તો તેઓ ચોંકી ગયા હતા.

આ થેલીમાં 45 બોલ અજગર, ત્રણ માર્મોસેટ વાંદરાઓ, ત્રણ સ્ટાર કાચબા અને આઠ કોર્ન સાપ હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ બેગ એક મહિલાની છે, જે મલેશિયાથી ચેન્નાઈ આવી હતી. જોકે બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X