Viral news : આ દિવસે શરૂ થશે વિશ્વ યુદ્ધ, ટાઇમ ટ્રાવેલરે કર્યા ચોંકાવનારા ખુલાસા
Viral news : દુનિયામાં અત્યાર સુધી ઘણા લોકો ઘણી ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. જેમાં ઘણી ભવિષ્યવાણીઓ સાચી પણ પડી છે. ઘણા લોકો હાથ જોઇને, મોઢું જોઇને ભવિષ્ય જણાવે છે, તો ઘણા લોકો કુંડળી જોઇને ભવિષ્ય જણાવે છે.
ઘણા લોકોને અંતઃસ્ફુરણા થાય છે, અને તેઓ ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે જણાવે છે. જેમાં નેસ્ત્રાદમસ અને બાબા વેંગા જેવા નામ જાણીતા છે.

વિશ્વના ઘણા વૈજ્ઞાનિકો આવા ઉપકરણો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ભવિષ્યમાં જવા માટે મદદ કરી શકે, પરંતુ અત્યાર સુધી આ માત્ર સાયન્સ-ફિક્શન ફિલ્મોમાં જ શક્ય બન્યું છે. જોકે, કેટલાક લોકો દાવો કરે છે કે, તેઓ ભવિષ્યમાંથી પાછા ફર્યા છે. મતલબ કે તેઓ ટાઇમ ટ્રાવેલ્સ છે.
તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર પોતે ટાઇમ ટ્રવેલર હોવાનો દાવો કરવામાં આવ્યા છે. અનો અલારિક નામના આ વ્યક્તિનું કહેવું છે કે. તે વર્ષ 2671 થી પાછો ફર્યો છે. અનો અલારિક જણાવ્યું હતું કે, તેમની પાસે આજથી 248 વર્ષ બાદ દુનિયાની તમામ માહિતી છે. તે બધું જ જાણે છે કે, દુનિયામાં ક્યારે શું થશે?
ભવિષ્ય વિશે વાત કરતા સમયે કથિત ટાઇમ ટ્રાવેલર અનો અલારિક જણાવ્યું હતું કે, તે બરાબર જાણે છે કે, દુનિયામાં ત્રીજું વિશ્વ યુદ્ધ ક્યારે શરૂ થશે. જ્યારે વિશ્વના તમામ નિષ્ણાતો હજૂ પણ આ વિશે માત્ર અનુમાન લગાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર અનો અલારિકે theradianttimetraveller નામનું એકાઉન્ટ બનાવ્યું છે. અનો અલારિકે પોતાની આગાહીઓથી ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અત્યાર સુધી તેના હજારો ફોલોઅર્સ છે.
ત્રીજા વિશ્વયુદ્ધ સિવાય, અનો અલારિકે વિશ્વ પર એલિયન હુમલા અને પૃથ્વી જેવા અન્ય ગ્રહની મુલાકાતની આગાહી કરી છે. તાજેતરમાં, અનો અલારિકે તેની બીજી આગાહીને કારણે ચર્ચામાં આવ્યો હતો.
અનો અલારિકે આગાહી કરી છે કે. રોન ડીસેન્ટિસ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનશે. જોવાનું રહેશે કે, શું ત્રીજું વિશ્વ યુદ્ધ ખરેખર બે વર્ષ પછી શરૂ થશે કે પછી અનો અલારિકે માત્ર ફોલોઅર્સ વધારવા માટે આ આગાહીઓ કરી છે?
મંગળ પર થશે મોટી ઘટના! - અન્ય દાવામાં ટાઈમ ટ્રાવેલરે જણાવ્યું હતું કે, આ વર્ષે મે મહિનામાં મંગળ પર માનવ હાડકાં મળી આવશે. જે બાદ પૃથ્વીવાસીઓએ માનવું પડશે કે, મનુષ્ય મૂળ મંગળવાસી છે.
એલિયન અંગે કરી મોટી આગાહી - ટાઈમ ટ્રાવેલરે એવો પણ દાવો કર્યો હતો કે, આ વર્ષે એલિયન્સ આવીને પૃથ્વી પર કબ્જો કરી લેશે. માણસો અને એલિયન્સ વચ્ચે યુદ્ધ પણ થઈ શકે છે.
ટાઈમ ટ્રાવેલરે એવો પણ દાવો કર્યો હતો કે, પૃથ્વી પર રહેતા 6 લોકોને સૂર્યથી મહાસત્તા મળશે. તેમના છેલ્લા દાવામાં સ્વયં-ઘોષિત ટાઇમ ટ્રાવેલરે જણાવ્યું હતું કે, ટોચના ગુપ્ત સરકારી પ્રોજેક્ટ પર કામ કરતા વૈજ્ઞાનિકો સમાંતર બ્રહ્માંડ માટે એક પોર્ટલ ખોલશે.












Click it and Unblock the Notifications
